ગાઝામાં ઈઝરાયલની લશ્કરી કાર્યવાહીના વિરોધ પર ભડક્યા PM નેતન્યાહૂ, આ દેશોને લગાવી ફટકાર

GAZA: ઘણા પશ્ચિમી દેશોએ ગાઝા પટ્ટીમાં ઈઝરાયલના લશ્કરી કાર્યવાહી સામે વિરોધ નોંધાવ્યો છે, જેના કારણે ઈઝરાયલી વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ તેમનો સખત વિરોધ કર્યો છે. યુનાઇટેડ કિંગડમ, ફ્રાન્સ અને કેનેડાએ તાજેતરમાં ઈઝરાયલી લશ્કરી કાર્યવાહીમાં વધારો કરવા સામે વાંધો વ્યક્ત કર્યો છે.

વડા પ્રધાન નેતન્યાહૂએ આ દેશોની ટીકા કરતા કહ્યું કે તેઓ 7 ઓક્ટોબર, 2023 ના રોજ હમાસ દ્વારા કરવામાં આવેલા હત્યાકાંડ જેવા આતંકવાદી હુમલાઓને “પુરસ્કાર” આપી રહ્યા છે. તેમણે એવો પણ આરોપ લગાવ્યો કે ઈઝરાયલના સ્વ-બચાવના અધિકાર પર સવાલ ઉઠાવનારા દેશો ખરેખર આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યા છે.

નેતન્યાહૂએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે અમારા પર હુમલો કરવામાં આવ્યો, અમારા નાગરિકોની નિર્દયતાથી હત્યા કરવામાં આવી અને હવે જ્યારે અમે આતંકવાદ સામે કાર્યવાહી કરી રહ્યા છીએ ત્યારે અમને નૈતિકતાના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે? આ સ્વીકાર્ય નથી.

આ પણ વાંચો: મુંબઈમાં ફરી કોરોનાનો પગપેસારો, અત્યાર સુધી 53 લોકો કોરોના પોઝિટિવ

ઈઝરાયલના વડા પ્રધાનનું નિવેદન
ઈઝરાયલી વડા પ્રધાને કહ્યું, “ઈઝરાયલને અસ્તિત્વ માટેના આપણા રક્ષણાત્મક યુદ્ધનો અંત લાવવાનું આહ્વાન કરીને અને આપણી સરહદ પરના હમાસ આતંકવાદીઓનો નાશ થાય તે પહેલાં પેલેસ્ટિનિયન રાજ્યની માંગણી કરીને, લંડન, ઓટાવા અને પેરિસના નેતાઓ 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર થયેલા નરસંહાર હુમલા માટે મોટું ઇનામ આપી રહ્યા છે. જ્યારે આવા વધુ અત્યાચારોને આમંત્રણ આપી રહ્યા છે.”