વકફ બિલ અંગે ઋષિકેશ પટેલનું નિવેદન, કોંગ્રેસ દ્વારા આ પહેલા માત્ર ને માત્ર તુષ્ટિકરણની રાજનીતિ કરાઈ

PMJAY કાર્ડની બેઠક કરવામાં આવી હતી. જેમાં ગત વર્ષ કરતા PMJAY કાર્ડમાં કેટલો ખર્ચ થયો તેનો રિવ્યુ કરવામાં આવ્યો હતો. ટોટલ 3760 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. પોલિસી પ્રમાણે ટેન્ડર મુદે ચર્ચા કરવામાં આવી છે. કેટલાક નામો ડબલ હતા તેને એક કરવાનો રહેશે જેથી કોઈ મુંજવણ ન રહે. સ્ટેનનો ભાવ નક્કી કરવાનો નિર્ણય હાલ મુલતવી રાખ્યો છે. સરકારી અને ખાનગી હોસ્પિટલમાં જે જૂનો ભાવ છે તે પ્રમાણે રકમ ચૂકવાશે. હેલ્પલાઈન પર 3 માસમાં 10 હજાર ફોન આવ્યા છે. 91 ટકા રિવ્યુ સકારાત્મક હતો.
આ પણ વાંચો: હીરા ઉધોગમાં મંદીના કારણે વેલંજામાં રત્નકલાકારે વીડિયો બનાવી કર્યો આપઘાત
વકફ બિલ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન
વકફ બિલ ગઈ કાલે સંસદમાં પસાર થયુ છે. મુસ્લિમ લોકોના હિતમાં બિલમાં સુધારો કર્યો છે.બિલને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કોંગ્રેસ દ્વારા આ પહેલા માત્ર ને માત્ર તૃષ્ટિકરણની રાજનીતિ જ કરવામાં આવી છે. આ ઉપરાંત 4 એપ્રિલ બાદ પણ કર્મચારીઓ આંદોલન ખતમ કરીને પરત નોકરી પર આવશે તેવા કર્મચારીઓના હિતમાં સરકાર વિચારશે. 3 એપ્રિલ હાજર થવાની સૂચના આપી હતી. પરીક્ષા મુદે સરકાર સહમત થશે.પરંતુ પે ગ્રેડ મામલે સરકારનો નીતિ વિષયક નિર્ણય છે.કેટલાક વિષયને લઈને કેટલાક લોકોએ આંદોલનને ગેરમાર્ગે દોર્યું. આજ સાંજ સુધી કર્મચારીઓ હાજર થશે તો સરકાર તેમના હિતમાં વિચારશે.