February 4, 2025

ગુલબાઈ ટેકરા પાસે ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો કરનાર 6 લોકોની પોલીસે કરી ધરપકડ

મિહિર સોની, અમદાવાદ: ગુલબાઈ ટેકરા પાસે ડીજે બંધ કરાવવા ગયેલ પોલીસ પર પથ્થરમારો કરનાર 6 લોકોની પોલીસે ધરપકડ કરી હોવાનું સામે આવ્યું છે. પોલીસે વરરાજા ના પિતા , સંગાસબંધી અને ડીજે સંચાલક સહિત 30 લોકો વિરુદ્ધ રાયોટિંગ ,સરકારી કામમા રૂકાવટ ની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાત યુનિ.પોલીસે સીસીટીવી અને વીડિયો આધારે અન્ય પથ્થરમારોની શોધખોળ શરૂ કરી હતી.

ડીજે ચાલકને બંધ કરવા કાર્યવાહી
ગુજરાત યુનિવર્સિટી પોલીસની કસ્ટડીમાં રહેલ આરોપી ધીરુ મકવાણા, દિલીપ ભાટી, સુરજ ભાટી, ગોપાલ રાઠોડ,દેવા ભાટી અને વિનોદ ભાટીએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો. ગત્ત રાત્રીના પોલીસ કંટ્રોલ મેસેજ ના આધારે PCR વાન ગુલબાઈ ટેકરા ડી જે બંધ કરવા પહોંચી હતી. પોલીસે ડીજે ચાલકને બંધ કરવા કાર્યવાહી કરતા લગ્ન પ્રસંગ મા રહેલ લોકોએ પોલીસ સાથે ઝઘડો કરી ને પથ્થરમારો કર્યો હતો. જોકે સદનસીબે પોલીસને સામાન્ય ઇજા થઇ છે.પરંતુ ધટના ગંભીરતા લઈ ને ડીસીપી , એસીપી અને પીઆઈ સહિત પોલીસ કાફલો ધટના સ્થળે પહોંચી ગયો હતો. જે બાદ પોલીસે ગુનો નોંધી વિડ્યો આધારે ઓળખ કરી 6 લોકોની ધરપકડ કરી છે.

આ પણ વાંચો: કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે આપ્યું નિવેદન

ડીજે ચાલકને અટકાયત કરી
પોલીસે ધરપકડ કરેલ 6 આરોપી લગ્ન પ્રસંગ મા આવેલ સગા સબંધીઓ છે. તેમણે પોલીસની કામગીરીમા અડચણ બનીને પથ્થરમારો કર્યો હતો. ગુલબાઈ ટેકરા પાસે રાત્રે મેહુલ મકવાણા નામના યુવક ના લગ્ન હોવાથી ગરબા પ્રસંગ એ 10.30 વાગ્યે ડી.જે વાગતું હોવાથી પોલીસ બંધ કરવા ગયા હતા. પોલીસે સમજવા છતાં ડીજે ચાલુ રાખતા કાર્યવાહી માટે ડીજે ચાલકને અટકાયત કરી લઈ જઈ રહ્યા હતા. તે સમયે પ્રસંગ મા હાજર ટોળાએ પથ્થરમારો કર્યો હતો. પકડાયેલ 6 આરોપી પૈકી ધીરુ મકવાણા એ વરરાજા પિતા ઈશ્વર ભાઈનો સાઢુ ભાઈ થાય છે. જેને વીડિયોના આધારે ધરપકડ કરી છે. ત્યારે આ ઘટનામાં વરરાજાના પિતા ઈશ્વર મકવાણા અને ડીજે ચાલક સહિત 8 લોકો નામ જોગ વ્યક્તિ ફરાર છે. જેની પોલીસે સીસીટીવી અને વીડિયોના આધારે શોધખોળ શરૂ કરી છે.