April 8, 2025

જૂનાગઢમાં સગીરાની છેડતી કરનાર શખ્સને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી પાડ્યો

જૂનાગઢ: સગીરાની છેડતી કરનાર શખ્સને પોલીસે ગણતરીની મિનિટોમાં ઝડપી લીધો છે. શહેરના ચિત્તાખાના ચોકથી ગાંધી ચોક વચ્ચે ઘટના બની હતી. દાદી અને માતા સાથે રીક્ષામાં જતી સગીરા સાથે યુવાને છેડતી કરી હતી.

તાહીર હબીબ હિંગોરા નામના યુવાને સગીરાને અડપલાં કરી છેડતી કરી મોબાઈલ નંબરની ચીઠ્ઠી આપી હતી. ભોગ બનનારના પરિવારે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા ગણતરીની મિનિટોમાં છેડતી કરનાર આરોપીને પોલીસે ઝડપી લીધો હતો. પોલીસે દાખલારૂપ કામગીરી કરતા પરિવારે ભાવુક બની પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.