January 11, 2025

પોરબંદરના છાયામાંથી બોગસ ડોક્ટર ઝડપાયો, 60 હજારનો મુદ્દામાલ જપ્ત

પોરબંદરઃ ગુનાખોરી દિવસેને દિવસે વધતી જાય છે. લોકોમાં કાયદા કાનૂનનો ડર જ રહ્યો નથી, એવામાં હવે તો ડોક્ટરો પર પણ વિશ્વાસ કરવા જેવો નથી. ત્યારે શહેરના છાંયા ખડા વિસ્તાર ખાતેથી કોઇપણ જાતની મેડીકલ ડિગ્રી વગર મેડિકલ પ્રેક્ટીસ કરતા બોગસ ડોક્ટર નિલેષભાઇ નાથાભાઇ રાઠોડને 60,668 રૂપિયાના મુદ્દામાલ સાથે એસ.ઓ.જી.એ ઝડપી પાડ્યો હતો.

અંગે વધુ માહિતી સાથે પોલીસે જણાવ્યું હતું કે, છાંયા રામેશ્વર પાનની સામે મારૂતી પાનની સામેના રોડ મકાનમાં રહેતા નિલેષભાઇ નાથાભાઇ રાઠોડ, જે કોઇપણ જાતની લાયકાત વગર ડોક્ટર તરીકે મેડિકલ પ્રેક્ટિસ કરી દવાઓ આપે છે. જેથી તેના કબ્જામાંથી અલગ -અલગ જાતની કેપ્સૂલ તથા ઇન્જેક્શનો વગેરે દવાઓ તથા મેડિકલ તપાસણીના સાધનો મળી કુલ કિંમત રૂપિયા 60,668 હજારના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.