May 12, 2024

સતત બીજા દિવસે ડ્રગ્સ ઝડપાયું, દરિયાઈ વિસ્તારમાંથી 90 કિલો ડ્રગ્સ સાથે 14ની ધરપકડ

gujarat ats raid drugs factory gandhinagar rajasthan

પોરબંદરઃ ગુજરાતમાંથી સતત બીજા દિવસે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ગુજરાત એટીએસ અને એનસીબીએ 600 કરોડની કિંમતનું ડ્રગ્સ ઝડપાયું છે. આ સાથે જ 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરી 86 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું હતું.

ડ્રગ્સ પકડવા દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. આરોપીઓ અને અધિકારીઓ વચ્ચે ફાયરિંગ થયું હતું. ડ્રગ્સ લઈને આવતી બોટને કોસ્ટગાર્ડ અને ATSએ રોકવાની કોશિશ કરી હતી. ત્યારે એક ટીમ ડ્રગ્સને લઈ બોટમાં સવાર થઈને આવતી હતી તે દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. આરોપીઓએ ટિમ સાથે ધક્કામુક્કી કરી હતી, તે દરમિયાન ફાયરિંગની ઘટના બની હતી. ત્યારે કોસ્ટગાર્ડની જવાબી કાર્યવાહી દરમિયાન ફાયરિંગમાં 14માંથી 1 આરોપી ઇજાગ્રસ્ત થયો હતો. ત્યારે તાત્કાલિક તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.

મહત્વનું છે કે, ગઈકાલે જ ગુજરાત અને રાજસ્થાનમાંથી નશાની ફેકટરી ઝડપાઈ હતી. ગુજરાત ATS અને NCB સંયુક્ત ઓપરેશનથી 4 જેટલી ફેકટરીમાં દરોડા પાડવામાં આવ્યા હતા અને કરોડો રૂપિયાનું એમડી ડ્રગ્સ કબજે કર્યું હતું. જો કે, આ ફેક્ટરીમાંથી થોડુક ડ્રગ્સ બજારમાં વેચાઇ ગયું અને મોટો ડ્રગ્સનો જથ્થો તૈયાર થઈ બજારમાં વેચાય તે પહેલાં જ ડ્રગ્સ બનાવતી ચાલુ ફેક્ટરી પકડી 13 લોકોની ધરપકડ કરી છે. મુખ્ય બે આરોપી અલગ અલગ ફેકટરી ચલાવતા હતા, જે વાપીથી ડ્રગ્સ બનાવવાનું રો-મટિરિયલ સપ્લાય થતું હોવાથી રેડ કરી 4 જેટલી ફેકટરી પકડાઈ હતી.

ગુજરાત અને રાજસ્થાનમાં ચાર જગ્યા પર રેડ કરી ગુજરાત ATS અને NCBએ 230 કરોડની કિંમતનું 22 કિલો એમડી ડ્રગ્સ અને 124 લીટર એમડી ડ્રગ્સ લિક્વિડ મટિરિયલ કબજે કર્યું છે. આ જાન્યુઆરી મહિનામાં શરૂ થયેલી ડ્રગ્સની ફેકટરીમાંથી કેટલુંક ડ્રગ્સ NCB અને ATS પહોંચે તે પહેલાં વેચાઇ ગયું હોવાનું પણ સામે આવ્યું છે. આ ડ્રગ્સ રેકેટના મુખ્ય આરોપી મનોહરલાલ ઐનાની તપાસ કરતા ડ્રગ્સનો મોટો કારોબાર સામે આવ્યો હતો. આરોપી મનોહરલાલ ઐનાની વાપી જીઆઇડીસીમાંથી જે ફેક્ટરીમાંથી ડ્રગ્સ બનાવવા માટેનું રો-મટિરિયલ ખરીદતો હતો. તે ફેક્ટરીમાંથી ગુજરાતના 2 અને રાજસ્થાનના જોધપુરનો એક પ્લાન્ટમાં પણ આ ડ્રગ્સ બનાવવાનું મટિરિયલ સપ્લાય થતું હોવાનું સામે આવ્યું હતું. જેના આધારે NCBને ગુજરાત ATS સયુંક્ત રેડ કરી અલગ અલગ ચાર ફેકટરી પકડીને 13 શખ્સોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.