September 20, 2024

પાવર બેંક ચાર્જ કરતા પહેલા આ બાબતોનું રાખો ધ્યાન

PowerBank Fire: પાવર બેંકનો ઉપયોગ આપણે ઈમરજન્સી ચાર્જર તરીકે કરતા હોઈએ છીએ. જ્યારે પણ લાંબી મુસાફરીમાં જવાનું થાય છે ત્યારે આપણે ચાર્જરની સમસ્યા થતી હોય છે. જેના માટે આપણે પાવર બેંક સાથે રાખતા હોઈએ છીએ. પરંતુ તમને ખબર છે કે પાવર બેંક હોય કે અન્ય કોઈપણ ચાર્જેબલ ઉપકરણ તેનાથી વિસ્ફોટનું જોખમ રહેતું હોય છે. જેના કારણે તમારે તેનો ઉપયોગ કરતી વખતે ચોક્કસ ધ્યાન રાખવું જરૂરી છે. આવો જાણીએ કે કેવી રીતે

આ બાબતો ધ્યાનમાં રાખો

ફાસ્ટ ચાર્જરથી ચાર્જ
પાવર બેંકને ચાર્જ કરતી વખતે પહેલા તમારે જાણી લેવું જોઈએ કે તમારી પાવર બેંકની ચાર્જિંગ ક્ષમતા શું છે? તમારી પાવર બેંકની પાવર બેંકો ફાસ્ટ ચાર્જિંગને પણ સપોર્ટ કરતી હોય છે. આવી સ્થિતિમાં તેમને ફાસ્ટ ચાર્જરથી ચાર્જ કરી શકાય છે.

વધારે ગરમ
પાવર બેંકને ચાર્જ પર મૂક્યા પછી તેને તપાસી લેવી જોઈએ કે તે ગરમ તો નથી થઈ ગઈ નહી, જો ગરમ થઈ જાઈ છે તો તેને તરત જ તમે કાઢી લો. જો તમે તેવું કરતા નથી તો પાવર બેંકમાં આગ લાગી શકે છે.

આ પણ વાંચો: શું ફરી થશે રિચાર્જ મોંઘા?

બેટરી ખૂબ જૂની
પાવર બેંકમાં હાજર લિથિયમ આયન બેટરી અત્યંત જ્વલનશીલ અને વિસ્ફોટક માનવામાં આવે છે. જેના કારણે તમારી પાવર બેંકને એવી જગ્યાએ ના રાખો કે જેના કારણે તે ગરમ વધારે થઈ જાઈ. તમારી પાવર બેંક ઉંચાઈથી ન પડવી જોઈએ તેનું ખાસ ધ્યાન રાખો. કારણ કે પડી જવાના કારણે પણ વિસ્ફોટ થવાની સંભાવનાઓ રહેલી છે. બેટરી જૂની થઈ જાઈ છે પછી તે ખતરનાક સાબિત થઈ શકે છે.

શોર્ટ-સર્કિટની શક્યતા
પાવર બેંકમાંથી ફોન અથવા અન્ય ઉપકરણને ચાર્જ કરતા પહેલા અથવા પાવર બેંકને ચાર્જ કરતા પહેલા તમારે પોર્ટ્સને તપાસી લેવા જોઈએ. વરસાદમાં ભેજનું પ્રમાણ વધી જતું હોય છે. જેના કારણે શોર્ટ-સર્કિટની સમસ્યા વધી જતી હોય છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને તમારે બેંકના પોર્ટ્સને સૂકા કપડાથી સાફ કરવા જોઈએ.