July 2, 2024

Nitish અને Naiduની પાવરફુલ ડિમાન્ડ, કિંગમેકરને સાથે રાખવા માટે BJPને શું કિંમત ચૂકવવી પડશે?

Nitish Kumar, Chandrababu Naidu: લોકસભા ચૂંટણી 2024ના પરિણામોમાં ભાજપને એકલા હાથે પૂર્ણ બહુમતી મળી નથી. એનડીએના ઘટક પક્ષ તરીકે ભાજપ 240 બેઠકો સાથે સૌથી મોટો પક્ષ બની ગયો છે. પરંતુ નીતિશ કુમાર અને એન ચંદ્રબાબુ નાયડુ કિંગમેકર તરીકે ઉભરી આવ્યા છે. નીતિશ કુમારની પાર્ટી જેડીયુએ 12 સીટો પર જીત મેળવી છે જ્યારે ચંદ્રાબાબુ નાયડુની પાર્ટી ટીડીપીને 16 સીટો મળી છે. બુધવારે એનડીએના ઘટકોની બેઠકમાં નીતિશ અને નાયડુ બંનેએ કહ્યું છે કે તેઓ એનડીએ સાથે છે. પરંતુ સૂત્રોનું માનીએ તો નીતીશ અને નાયડુ એનડીએ સાથે છે પરંતુ તેમની માંગ પણ વધુ છે.

શું છે JD(U)ની માંગ?
સૂત્રોના જણાવ્યા અનુસાર, JD(U)એ રેલવે, નાણા અને કૃષિ મંત્રાલયની માંગણી કરી છે. સૂત્રોનો દાવો છે કે આ વખતે કેન્દ્રમાં 80 મંત્રીઓ બનાવવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં 4 સાંસદોમાંથી એકને મંત્રી બનાવવાની ફોર્મ્યુલા નક્કી થઈ શકે છે.ચિરાગ પાસવાનની પાર્ટી એલજેપી (આર) એ પણ બે મંત્રી પદની માંગ કરી છે.

જેડી(યુ) પાર્ટીના સૂત્રોનું કહેવું છે કે આ વખતે તેઓ એનડીએને શરતોના આધારે સમર્થન આપશે. પાર્ટીના નેતાઓનું કહેવું છે કે 2019ની લોકસભા ચૂંટણીથી વિપરીત આ વખતે સ્થિતિ અલગ છે. તે વખતે 16 બેઠકો હોવા છતાં માત્ર એક જ મંત્રી પદ આપવામાં આવ્યું હતું. કારણ કે ભાજપ પોતાના દમ પર બહુમતીમાં હતો. આ વખતે પાર્ટીની 12 સીટો 2019ની સરખામણીમાં વધુ કિંમતી છે.

આ પણ વાંચજો: અમદાવાદીઓ આનંદો! SVPI એરપોર્ટ હવે ACIમાં લેવલ 3 માન્યતામાં અપગ્રેડ થયું

સૂત્રોના જણાવ્યા અનુસાર JD(U)ની નજર રેલવે, ગ્રામીણ વિકાસ અને જલ શક્તિ મંત્રાલય પર છે. અન્ય વિકલ્પો પરિવહન અને કૃષિ મંત્રાલય હોઈ શકે છે. આ પહેલા પણ નીતીશ કુમાર એનડીએ સરકારમાં રેલ્વે, કૃષિ અને પરિવહન મંત્રી રહી ચુક્યા છે. જેડી(યુ) નેતાએ કહ્યું કે અમે એવા મંત્રાલયો મેળવવા માંગીએ છીએ જે રાજ્યના વિકાસમાં મદદ કરે. જળ શક્તિ મંત્રાલય બિહારનું એક મહત્વપૂર્ણ મંત્રાલય છે જે પાણીના સ્તરમાં ઘટાડો અને પૂરના પડકારો સાથે જળ સંકટનો સામનો કરી રહ્યું છે.

તેમણે વધુમાં કહ્યું કે ગ્રામીણ વિકાસ મંત્રાલય ગ્રામીણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને અર્થવ્યવસ્થાને વધારવામાં મદદ કરી શકે છે. તેમજ બિહારને રેલ્વે મંત્રાલય મળવું ચોક્કસપણે ગર્વની વાત હશે.

ચંદ્રબાબુ નાયડુની મોટી માંગ
સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકાર પાસે નાયડુની સૌથી મોટી માંગ આંધ્રપ્રદેશને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની છે. 2014-18 દરમિયાન નાયડુ રાજ્ય માટે વિશેષ શ્રેણીનો દરજ્જો મેળવવામાં નિષ્ફળ રહ્યા હતા. જે બાદ તેમણે ભાજપ સાથે ગઠબંધન તોડી નાખ્યું હતું. આમ છતાં તેમને 2019ની વિધાનસભા ચૂંટણીમાં કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

જોકે આ વખતે મામલો અલગ છે. ભાજપ પાસે લોકસભામાં કોઈ સંખ્યા નથી અને તે જેડીયુ અને ટીડીપી પર નિર્ભર છે. આ સિવાય ટીડીપીને રાજ્યની રાજધાની અમરાવતીમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચરના નિર્માણ માટે હજારો કરોડ રૂપિયાની જરૂર છે. આવી સ્થિતિમાં ટીડીપીની આ પણ મહત્વની માંગ છે.

ટીડીપીના નજીકના સૂત્રોનું કહેવું છે કે પાર્ટીએ ગ્રામીણ વિકાસ, આવાસ અને શહેરી બાબતો, પોર્ટ અને શિપિંગ, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે અને વોટર પાવરના મંત્રાલયોની માંગણી કરી છે. આ ઉપરાંત ટીડીપીએ નાણા મંત્રાલયનો વધારાનો હવાલો પણ માંગ્યો છે.