આગ એક બિલ્ડીંગમાંથી બીજી બિલ્ડીંગમાં ન પ્રસરે તે માટે પ્રયાસ ચાલુ: પ્રફુલ પાનસેરિયા

Surat: સુરતના રીંગરોડ પર આવેલા શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં લાગેલી આગને લઈને હવે શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, સુરતનું તંત્ર આગને કાબૂમાં લેવાના પ્રયાસ કરી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલથી સુરતના શિવશક્તિ ટેક્સટાઈલ માર્કેટમાં ભયાનક આગ લાગી છે. આગને કાબૂમાં લેવા ફાયર ટીમ સતત પાણીનો મારો ચલાવી રહી છે. જોકે, આગની ઘટના મુદ્દે મંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું છે કે, આગ એક બિલ્ડીંગથી બીજી બિલ્ડીંગમાં ન પ્રસરે તે માટે પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. સુરતનું આ જૂનું ટેકસટાઇલ માર્કેટ છે.
આ પણ વાંચો: ફાયરની ટીમ કાપડ માર્કેટમાં લાગેલી ભયંકર આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ કરી રહી છે: હર્ષ સંઘવી
ઉલ્લેખનીય છે કે, સુરતના શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં ફરીથી આજે બુધાવારે (26 ફેબ્રુઆરી) વહેલી સવારે 7 વાગ્યાની આસપાસ આગ લાગી હતી. સમગ્ર ઘટનાને પગલે 150 જેટલા ફાયર ફાઈટર દ્વારા આગ ઓલવવાની કામગીરી કરવામાં આવી રહી છે.