January 22, 2025

સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-2025માં યોજાશે નહીં

Government of Gujarat: સામાન્ય નગરીકોની સમસ્યાઓ-પ્રશ્નોની રજૂઆતો માટે ટેકનોલોજીના વિનિયોગ સાથે પ્રતિમાસ યોજવામાં આવતો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ જાન્યુઆરી-2025માં યોજાશે નહીં.

આ પણ વાંચો: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ આપ્યું નિવેદન

ચૂંટણીઓ યોજવાની જાહેરાત
રાજ્ય ચૂંટણીપંચ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ એટલે કે, નગરપાલિકાઓ, 1 મહાનગરપાલિકા તેમજ કેટલીક જિલ્લા તાલુકા પંચાયતોની બેઠકકોની ચૂંટણીઓ યોજવાની જાહેરાત કરવામાં આવી છે. આ જાહેરાત સાથે જ આદર્શ ચૂંટણી આચારસંહિતા અમલમાં આવી છે. આ આદર્શ આચાર સંહિતાને અનુલક્ષીને જાન્યુઆરી મહિનાનો તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે નહીં.