December 20, 2024

ભારતમાં ગૂગલનો હવાલો અમદાવાદમાં ભણેલી મહિલાને સોંપાયો, જાણો કોણ છે આ મહિલા

Preeti Lobana: ગૂગલ દ્વારા ભારતમાં એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ગૂગલે ભારતની કમાન હવે એક મહિલાને સોંપી છે. ગૂગલે ઈન્ડિયાની કમાન પ્રીતિ લોબાનાને સોંપી છે. પ્રીતિ લોબાનાને Google દ્વારા ભારતમાં કંપનીના વાઇસ પ્રેસિડેન્ટ અને પ્રેસિડેન્ટના પદ પર નિયુક્ત કરવામાં આવી છે. મહત્વની વાત એ છે કે તેણે અભ્યાસ ગુજરાતમાં આવેલા અમદાવાદ IIMમાંથી કર્યો છે. આવો જાણીએ કે આ પ્રીતિ લોબાના કોણ છે.

આ પણ વાંચો:નરોડા શેલ્બી હોસ્પિટલ આવી વિવાદમાં, દર્દીનું મોત થતા પરિવારજનોએ હોસ્પિટલ પર કર્યા ગંભીર આક્ષેપ

30 વર્ષથી વધુનો અનુભવ
ગૂગલ દુનિયાની બીજી સૌથી મોટી કંપની છે. ગૂગલે ઈન્ડિયામાં તેની કમાન એક મહિલાને સોંપી છે. તે ત્રણ દાયકાથી ટેક્નોલોજી અને ફાઈનાન્સિયલ ઈન્ડસ્ટ્રીઝની સાથે જોડાયેલી છે. પ્રીતિ છેલ્લા આઠ વર્ષથી ગૂગલમાં કામ કરી રહી છે. પ્રીતિ લોબાનાએ ગુજરાતના અમદાવાદમાંથી IIMમાંથી ડિગ્રી પ્રાપ્ત કરી છે. તે કંપનીમાં ખાસ મોટા ફેરફાર કરવા માટે પણ જાણીતી છે.