May 22, 2024

પ્રીતિ ઝિન્ટા લાંબા સમય પછી આવી રહી છે ફિલ્મી પડદે, જાણો કઈ ફિલ્મ છે

અમદાવાદ: છેલ્લા ઘણા વર્ષોથી બોલિવૂડની ડિમ્પલ ગર્લ ગાયબ થઈ ગઈ હતી. અમે વાત કરી રહ્યા છીએ પ્રીતિ ઝિન્ટાની. ડિમ્પલ ગર્લના ચાહકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. લાંબા વિરામ બાદ ફરી મોટા પડદા પર આવી રહી છે. તેણે તેની કમબેક ફિલ્મના સેટ પરથી એક તસવીર શેર કરીને આ માહિતી આપી હતી.

એક્ટિંગની દુનિયાથી દૂર
ફિલ્મ ‘દિલ સે’થી ડિમ્પલ ગર્લ પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ત્યારબાદ તેણે ‘દિલ ચાહતા હૈ’, ‘કલ હો ના હો’, ‘વીર ઝરા’, ‘કભી અલવિદા ના કહેના’ જેવી ઘણી હિટ ફિલ્મો પણ કરી હતી. પરંતુ અમૂક કારણોથી તે ઘણા વર્ષો સુધી એક્ટિંગની દુનિયાથી દૂર રહી હતી. પરંતુ હવે તેમના ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. જેને સાંભળીને તેના ચાહકો ખુશ ખુશ થઈ જશે. તમને જણાવી દઈએ કે ડિમ્પલ ગર્લ પ્રીતિ ઝિન્ટા હવે ફિલ્મોમાં કમબેક કરી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Preity G Zinta (@realpz)

આ પણ વાંચો: રાખી સાવંતની થશે ધરપકડ! ન મળી સુપ્રીમ કોર્ટથી રાહત

પોસ્ટમાં કર્યો ખુલાસો
તે ફિલ્મમાં વાપસી કરી રહી છે તેની જાણકારી તેણે પોતે આપી છે. આ વાતનો ખુલાસો અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં કર્યો છે. જેમાં તેણે એમ પણ જણાવ્યું કે તે કઈ ફિલ્મ સાથે કમબેક કરી રહી છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મનું શૂટિંગ પણ શરૂ કરી દેવામાં આવ્યું છે. પ્રીતિ ઝિન્ટા આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં બની રહેલી ફિલ્મ ‘લાહોર 1947’ના સેટ પરથી કેટલીક તસવીરો શેર કરીને ચાહકોને આ ખુશ ખબરી આપી હતી.

પ્રીતિ ઝિન્ટા અને સની દેઓલની જોડી
અભિનેત્રીએ શેર કરેલા ફોટોમાં જોઈ શકાય છે કે તસવીર ફિલ્મના ક્લેપ બોર્ડની છે અને તેના પર ‘લાહોર 1947’ લખેલું હતું. આ સાથે પ્રીતિ ઝિન્ટાએ રાજકુમાર સંતોષી સાથેની કેટલીક તસવીરો પર શેર કરી હતી. હાલ તો આ ફોટા વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં સની દેઓલ લીડ રોલમાં છે, તેથી પ્રીતિ ઝિન્ટા અને સની દેઓલને લાંબા સમય બાદ ફરી એકવાર સ્ક્રીન પર જોવા મળશે. જેના કારણે લોકો પણ આ ફિલ્મની રાહ જોઈ રહ્યા છે.