કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની અમદાવાદમાં તડામાર તૈયારીઓ, 17 સમિતિની રચના કરાઈ

અમદાવાદ: કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની અમદાવાદમાં તડામાર તૈયારીઓ ચાલી રહી છે. કોંગ્રેસ અધિવેશનને લઈ અમદાવાદની મોટાભાગની હોટલો બુક કરાઈ છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સિનિયર નેતાઓની આગેવાનીમાં કુલ 17 જેટલી સમિતિની રચના કરાઈ છે. સરદાર પટેલ સ્મારક ખાતે 8 એપ્રિલે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક યોજાશે. રિવરફ્રન્ટ ખાતે 9મી એપ્રિલે અધિવેશન યોજાશે.
64 વર્ષ પછી અમદાવાદમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની જમાવટ થશે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં સોનિયા ગાંધી, ખડગે અને રાહુલ ગાંધી સહિતના નેતાઓ હાજર રહેશે. રિવરફ્રન્ટ પર અધિવેશનને લઈ એસી ડોમ તૈયાર કરાયો છે.