December 17, 2024

મારુતિની આ કારમાં ઓટોમેટિક ટ્રાન્સમિશન, 33 kmplની છે માઇલેજ

Maruti Celerio comparision Tata Tiago: ભારતીય કાર બજારમાં નાના કદના CNG વાહનોની વધુ માંગ વધી છે. તેનું કારણ એ પણ હોય શકે છે કે તે પોસાય તેવા ભાવે ઉપલબ્ધ છે. આ સેગમેન્ટમાં મારુતિ સેલેરિયો એક પાવરફુલ કાર જોવા મળી રહી છે. આ કારની અંદર મેન્યુઅલ અને ઓટોમેટિક બંને ટ્રાન્સમિશનમાં આવે છે. પોતાની કારને લઈને કંપનીનો દાવો છે કે આ કાર CNG પર સરળતાથી 35.6 km/kg ની હાઈ માઈલેજ પ્રાપ્ત કરે છે. Celerio બજારમાં Tata Tiago સાથે સ્પર્ધા કરે છે. આવો જાણીએ બંને વાહનોના ફીચર્સ અને માઈલેજ વિશે જણાવીએ.

મારુતિ સેલેરિયોમાં 242 લિટરની મોટી બૂટ સ્પેસ
મારુતિ સેલેરિયોમાં 242 લિટરની મોટી બૂટ સ્પેસ છે, આ ફેમિલી કાર છે. આ એક 5 સીટર કાર છે, જેમાં હાઇ પાવર માટે 998 સીસી એન્જિન પાવર છે. આ કાર હાઈ સ્પીડ માટે 65.71 Bhp સુધીનો પાવર આપે છે. આ સ્માર્ટ કાર રોડ પર 150 kmphની ટોપ સ્પીડ આપે છે. તેમાં ઓટો એસી અને મોટી હેડલાઇટ છે. સુરક્ષા માટે કારમાં એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ આપવામાં આવી છે. આ સાથે તેમાં 5 સ્પીડ ગિયરબોક્સ સાથે આવે છે. આ કાર પુશ-બટન સ્ટાર્ટ/સ્ટોપ બટન અને પાછળની સીટ પર ચાઈલ્ડ એન્કરેજ સાથે આવે છે. તેમાં સાત કલર ઓપ્શન આપવામાં આવ્યા છે. કારમાં ડિજિટલ ડ્રાઈવર ડિસ્પ્લે અને હાઈ સ્પીડ એલર્ટનો વિકલ્પ છે.

આ પણ વાંચો: ચાલુ વરસાદે સ્કૂટર બંધ પડી જાય તો આ વાત ખાસ ધ્યાન રાખજો

સ્ટાઇલિશ સ્ટીયરિંગ
Tata Tiago XE CNG એન્જિન ઓન-રોડ રૂપિયા 8.10 લાખમાં ઉપલબ્ધ છે. Tata Tiagoની વાત કરવામાં આવે તો આ કાર 85 bhpનો પાવર અને 113 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. કારમાં 7 ઇંચની ટચ સ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ અને 5 સ્પીડ ગિયરબોક્સ છે. કારમાં મોટી હેડલાઇટ અને પાછળની સીટ પર આરામદાયક છે. કારમાં પાવર વિન્ડો અને સ્ટાઇલિશ સ્ટીયરિંગ છે.