પાકિસ્તાન ક્રિકેટ બોર્ડની મુશ્કેલીઓ વધી, ફેનકોડે ભર્યું મોટું પગલું

PSL 2025: મંગળવારે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ અચાનક પ્રવાસીઓ પર ગોળીબાર કર્યો હતો. તેમાં 26 નિર્દોષ લોકોનો જીવ ગયો હતો. આ આતંકવાદી હુમલાને લઈને સમગ્ર દેશમાં ગુસ્સો છે. ફેનકોડ આજથી PSL 2025નું સ્ટ્રીમિંગ બંધ કરશે.
આ પણ વાંચો: આતંકી હુમલા બાદ જમ્મુ-કાશ્મીરના પ્રવાસનને ફટકો, અનેક ટૂર કેન્સલ થઈ
ફેનકોડ દ્વારા પ્રસારિત
પાકિસ્તાન સુપર લીગ 2025 મેચો ભારતમાં ફક્ત ફેનકોડ દ્વારા પ્રસારિત થઈ રહી છે. ડ્રીમ સ્પોર્ટ્સના ડિજિટલ પ્લેટફોર્મ ફેનકોડે પીએસએલ 2025 માટે ભારતમાં વિશિષ્ટ સ્ટ્રીમિંગ અધિકારો મેળવવા માટે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ સાથે ભાગીદારી કરી છે.