રસ્તાના અભાવે ગીર સોમનાથના પ્રશ્નવાડાની જનતા ત્રાહિમામ
અરવિંદ સોઢા, ગીર સોમનાથ: ગીર સોમનાથના પ્રશ્નવાડા ગામના જર્જર રસ્તાને લઈને લોકો પરેશાન બન્યા છે. રસ્તોઓ તો બન્યા પણ થોડા જ સમયમાં રસ્તો હતા ન હતા જેવી સ્થિતિ બની ગઈ છે. ત્યારે લોકોને અવરજવરમાં મોટાપાયે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે તેવું લોકોનું કહેવું છે.
વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાના પ્રશ્નવાડા ગામની તો ગામની અંદર 10 થી 12 હજારની વસ્તી ધરાવતું ગામ છે. વળી અહીંયા બાજુમાં મોડાસા ફેકટરી આવેલી છે. સાથે સાથે આ ગામથી જે રસ્તો પસાર થાય છે. તે ઘણા ખરા ગામોને જોડે છે. તેમજ રસ્તા ઉપર એક શાળા પણ આવેલી હોય જ્યાં રોજ ઘણા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જતા હોય છે. ત્યારે યોગ્ય રસ્તો ન હોવાના કારણે લોકો પરેશાન બન્યા છે.
લોકોનું કહેવું છે કે તંત્ર દ્વારા રસ્તો તો બનાવ્યો હતો પરંતુ તે રસ્તો માંડ માંડ થોડો સમય ચાલ્યો ત્યાંજ રસ્તાએ જમીન સાથે નો છેડો ફાડી નાખ્યો. આજે રસ્તાની હાલત અત્યંત દયનીય બની ગઈ છે. ત્યારે આ રસ્તા પર વાહન લઈને પસાર થવું બહુ મુશ્કેલ બન્યું છે. સાથે સાથે લોકોએ જણાવ્યું કે તંત્રને વારંવાર રજૂઆત કરવામાં આવી છે. પરંતુ તંત્ર જાણે કે નિંદ્રાધીન હોય તેમ આજ દિન સુધી કોઈ નિકાલ આવ્યો નથી. ત્યારે તંત્ર જાગે અને લોકોને પડતી મુશ્કેલીમાં રાહત આપે.
અહીના રાહદારીનું કહેવું છે કે અહીંથી ગાડી લઈને નીકળું તોય પણ તંત્રને પેટમાં પાણી હલતું નથી. અમારે આ રસ્તે નીકળવું હોય તોય બહુ મુશ્કેલનો સામનો કરવો પડે છે. જ્યારે અમારે અહીંયા સુત્રાપાડા વડામથળનું કોઈ પણ કામ હોય તો આના સિવાય મારે 10 થી 15 કિલોમીટર સુધી ફરીને જવું પડે છે અને ક્યારેક ક્યારેક અમને પેટમાં દુખાવો પણ થવા લાગે છે. આ રસ્તા ને કારણે તો અમારી એક જ અરજી છે કે તંત્ર જાગે અને આ રસ્તાને વારે આવે.