KKRની કેપ્ટનશીપ મળતાની સાથે રહાણે કહી આ વાત

IPL 2025: આઈપીએલ શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. આ પહેલા KKRની ટીમે તેમના કપ્તાનની જાહેરાત કરી છે. આ સિઝનમાં KKR ટીમની કમાન અજિંક્ય રહાણેને સોંપી છે. અજિંક્ય રહાણે 2022 માં પણ KKR નો ભાગ રહી ચૂક્યો છે. આવો જાણીએ કે KKR ની કેપ્ટનશીપ મળ્યા બાદ રહાણેએ શું કહ્યું?
આ પણ વાંચો: ટીમ ઈન્ડિયા અને ઓસ્ટ્રેલિયાની ટીમ વચ્ચે થશે દુબઈમાં ટક્કર, જાણો સેમિફાઇનલની પિચ
KKRની કેપ્ટનશીપ મળ્યા બાદ રહાણેએ શું કહ્યું?
KKRની કેપ્ટનશીપ અજિંક્ય રહાણેને સોંપવામાં આવી છે. આ પછી તેના ચહેરા પર ખુશી જોવા મળી હતી. કેપ્ટનશીપ મળવા પર રહાણેએ કહ્યું કે આઈપીએલમાં સૌથી સફળ ફ્રેન્ચાઇઝીમાંથી એક કોલકાતા નાઈટ રાઇડર્સનું નેતૃત્વ કરવું તેમના માટે સન્માનની વાત છે. તેણે કહ્યું કે, શાનદાર ટીમ છે. તેણે કહ્યું કે, ટ્રોફી બચાવવાના પડકારનો સામનો કરવા માટે તે ઉત્સુક છે.