July 1, 2024

T20 World Cup Final ખતમ થતાં જ ટીમ ઈન્ડિયાનો સાથ છોડી દેશે આ દિગ્ગજ ખેલાડી

T20 World Cup: ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ આવતીકાલે દક્ષિણ આફ્રિકા સામે ટકરાશે. આ મેચ બાદ એક અનુભવી ખેલાડી ભારતીય ટીમ છોડી દેશે. ટીમ ઈન્ડિયા ફાઈનલ મેચ માટે તૈયાર છે. પરંતુ વર્લ્ડકપની ફાઈનલ પૂરી થતાં જ ટીમ ઈન્ડિયાનો અનુભવી ખેલાડી ટીમ ઈન્ડિયા છોડી દેશે. આ ખેલાડી રાહુલ દ્રવિડ છે.

ફાઈનલ બાદ ટીમ ઈન્ડિયા છોડી દેશે
ટીમ ઈન્ડિયાના મુખ્ય કોચ તરીકે રાહુલ દ્રવિડ માટે ટી-20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ લાસ્ટ મેચ બનવાની છે. આ પછી તે ટીમ ઈન્ડિયાને નવો હેડ કોચ બનવાનો છે. જોકે આ વિશે કોઈ હજુ BCCI તરફથી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડને પણ મુખ્ય કોચ તરીકે ચાલુ પદ રાખવાની તક મળી હતી. પરંતુ તેણે ઇનકાર કરી દીધો છે. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડે વર્ષ 2022માં ટીમ ઈન્ડિયાનું કોચિંગ સંભાળ્યું હતું.

આ પણ વાંચો: T20 વર્લ્ડ કપની ફાઈનલ માટે બાર્બાડોસ પહોંચી ટીમ ઈન્ડિયા

ટ્રોફી સાથે વિદાય
બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાની ફાઈનલ મેચ પહેલા રાહુલ દ્રવિડનો એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં રાહુલ દ્રવિડે પોતાની સફર વિશે વાત કહી હતી. તેણે આ વીડિયોમાં કહ્યું હતું કે મને ખુબ જ મજા આવી છે. રાહુલે આ વીડિયોમાં કહ્યું કે મને એક કાર્ય શિખવાનો મોકો મળ્યો છે. તમને જણાવી દઈએ કે રાહુલ દ્રવિડ છેલ્લી વખત ટીમ ઈન્ડિયા સાથે 29 જૂને ફાઈનલ મેચમાં જોવા મળશે. તેમના ચાહકોની આશા છે કે ટીમ ઈન્ડિયા તેમને વર્લ્ડ કપ ટ્રોફી સાથે વિદાય આપશે.