June 16, 2024

Delhi Metroમાં મુસાફરી કરતા દેખાયા રાહુલ ગાંધી

દિલ્હી: દેશમાં લોકસભાની ચૂંટણી ચાલી રહી છે. ત્યારે હવે તો લોકસભાની ચૂંટણી પુર્ણ થવા જઈ રહી છે. હાલ પાંચ તબક્કામાં ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે હવે 2 તબક્કાની ચૂંટણી જ બાકી રહી છે. આ વચ્ચે રાહુલ ગાંધી દિલ્હી મેટ્રોમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા. જેના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.

સામાન્ય લોકો સાથે વાતચીત
દિલ્હી મેટ્રોમાં રાહુલ ગાંધીએ સામાન્ય લોકો સાથે મુસાફરી કરીને વાતચીત કરી હતી. જેના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે. તમને જણાવી દઈએ કે રાહુલ ગાંધી દિલ્હી મેટ્રોથી મંગોલપુરીમાં યોજાનારી રેલીમાં જઈ રહ્યા હતા. રાહુલ સાથે કોંગ્રેસના ઉમેદવાર કન્હૈયા કુમાર પણ તેમની સાથે મુસાફરી કરી રહ્યા હતા. દિલ્હીમાં 2 દિવસ પછી મતદાન છે. જેના કારણે ચૂંટણીનો આજે છેલ્લો દિવસ છે.

આ પણ વાંચો: Delhi પોલીસ કરશે આજે Kejriwalના માતા-પિતાની પૂછપરછ

એક સાથે ચૂંટણી
દિલ્હીમાં લોકસભાની કુલ 7 બેઠકો છે જેમાં એક સાથે ચૂંટણી થવાની છે. 25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં આ તમામ બેઠકો પર મતદાન થવાનું છે. વર્ષ 2019માં લોકસભા ચૂંટણીમાં બીજેપીએ દિલ્હીની તમામ 7 સીટો પર જીત મેળવી હતી. આ વખતની ચૂંટણીમાં 2024માં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી INDI ગઠબંધન હેઠળ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે.  રાહુલે જાહેર સભાને સંબોધન કરતી વખતે કહ્યું કે આરએસએસના લોકો અનામત ખતમ કરવાની વાત કરે છે. અમે અનામત પરની 50% મર્યાદાને દૂર કરી દેશું. અનામતને અમે 50% થી વધુ વધારીશું.