July 2, 2024

IPL 2024: લખનૌમાં રાહુલની થશે ખરી ‘કસોટી’, ગુજરાત ટાઇટન્સ સામે મેચ

IPL 2024: લખનૌ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે અત્યાર સુધીમાં 4 મેચ રમાણી છે. જેમાં ચારેય મેચમાં ગુજરાત ટાઇટન્સ ટીમની જીત થઈ છે. જેમાં લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે હજુ સુધી એક પણ વાર ગુજરાત ટાઇટન્સને હરાવ્યું નથી.

સિઝનની બીજી મેચ
લખનઉ સુપર જાયન્ટ્સ આ સિઝનમાં પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ બીજી મેચનું આયોજન થવાનું છે. જેમાં આ પહેલા જે મેચ રમાણી હતી તેમાં પંજાબ કિંગ્સની સામે મેચ રમાણી હતી. આ મેચમાં લખનૌની ટીમે પંજાબ કિંગ્સને 21 રને હાર અપાવી હતી. લખનૌએ પ્રથમ બેટિંગ કરતા 199 રન બનાવ્યા હતા જેના જવાબમાં પંજાબ કિંગ્સ માત્ર 178 રન જ બનાવી શકી હતી. જેના કારણે તેને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.

આ પણ વાંચો: વિરાટ કોહલીનો ‘જબરો ફેન’, જાદુ કી જપ્પી આપી કર્યું આવું

IPL 2024 માટે બંને ટીમોની ટીમ

લખનૌ સુપર જાયન્ટ્સ: નિકોલસ પૂરન, રવિ બિશ્નોઈ,આયુષ બદોની, કાયલ મેયર્સ, માર્કસ સ્ટોઈનિસ, દીપક હુડા, દેવદત્ત પડિકલ, નવીન-ઉલ-હક, ક્રુણાલ પંડ્યા, યુદ્ધવીર સિંહ, પ્રેરક માંકડ, યશ ઠાકુર, અમિત મિશ્રા, શમર જોસેફ, મયંક યાદવ, મોહસીન ખાન, કે.ગૌતમ, ક્વિન્ટન ડી કોક, અર્શિન કુલકર્ણી, એમ.સિદ્ધાર્થ, એશ્ટન ટર્નર, મેટ હેનરી, મોહમ્મદ અરશદ ખાન, કેએલ રાહુલ (કેપ્ટન)

ગુજરાત ટાઇટન્સઃ કાર્તિક ટિવાટિયા, ઓમરઝાઈ, જયંત યાદવ, રાહુલ તેવટિયા, શશાંત મિશ્રા, સ્પેન્સર જોન્સન, નૂર અહેમદ ઉમેશ યાદવ, રાશિદ ખાન, જોશુઆ લિટલ, મોહિત શર્મા અને માનવ સુથાર, શુભમન ગિલ (કેપ્ટન), , સાઈ કિશોર, ડેવિડ મિલર, મેથ્યુ વેડ, રિદ્ધિમાન સાહા, રોબિન મિન્ઝ, કેન વિલિયમ્સન, શાહરૂખ ખાન, અભિનવ મંધર, સાઈ સુદર્શન, દર્શન નલકાંડે, વિજય શંકર, અઝમતુલ્લા.