December 22, 2024

વંદે ભારત મેટ્રોનાં ઉદ્ઘાટન પહેલા કર્યું નવું નામકરણ, હવે આ નામથી ઓળખાશે

નવી દિલ્હીઃ રેલવેએ વંદે ભારત મેટ્રોનું નામ બદલીને નમો ભારત રેપિડ રેલ કરી દીધું છે. તેમના જન્મદિવસના એક દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના લોકોને દેશની પ્રથમ નમો ભારત રેપિડ રેલની ભેટ આપવા જઈ રહ્યા છે. રેલવે દ્વારા વંદે ભારત મેટ્રોનું નામ બદલવામાં આવ્યું છે. PM મોદી દ્વારા આજે વંદે ભારત મેટ્રોના ઉદ્ઘાટન પહેલા નામકરણ વિધિ કરવામાં આવી છે. આ પછી વંદે મેટ્રો હવે નમો ભારત રેપિડ રેલ તરીકે ઓળખાશે.

શું હશે નમો ભારત રેપિડ રેલનું ભાડું?
ભારતમાં દરરોજ કરોડો મુસાફરો ટ્રેનમાં મુસાફરી કરે છે. આજે ગુજરાતને નમો ભારત રેપિડ રેલની ભેટ મળી રહી છે. આ ટ્રેન ગુજરાતના ભુજથી અમદાવાદ સુધી દોડશે. નમો ભારત રેપિડ મેટ્રોનું ન્યૂનતમ ભાડું 30 રૂપિયા છે. આમાં GST પણ સામેલ છે. આ સાથે નમો ભારત રેપિડ મેટ્રોમાં સીઝન ટિકિટ પણ ઉપલબ્ધ છે. નમો ભારત રેપિડ રેલમાં સાપ્તાહિક MST ભાડું 7 રૂપિયા, 15 દિવસની સીઝન ટિકિટનું ભાડું 15 રૂપિયા અને માસિક ટ્રેન પાસનું ભાડું 20 રૂપિયા છે.

આ પણ વાંચો: PM મોદી આજે દેશની પ્રથમ વંદે મેટ્રોને આપશે લીલી ઝંડી, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

નમો ભારત રેપિડ રેલનો રૂટ
નમો રેપિડ મેટ્રો રેલ જેને પીએમ મોદીએ લીલી ઝંડી આપી હતી. તે કોલ્હાપુર-પુણે, પુણે-હુબલી, નાગપુર-સિંદરાબાદ, આગ્રા કેન્ટ-બનારસ અને દુર્ગ-વિશાખાપટ્ટનમ સહિત અન્ય ઘણા માર્ગો પર દોડશે. PMOની અખબારી યાદી અનુસાર, 20 કોચવાળી પહેલી નમો રેપિડ મેટ્રો રેલ વારાણસી અને દિલ્હી વચ્ચે દોડશે.