June 28, 2024

રાજ્યના કેટલાક વિસ્તારોમાં પડશે હળવો વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ગુજરાત: રાજ્યમાં કાળઝાળ ગરમી બાદ હવમાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત કિંજલ છાયાની વરસાદને લઇને આગાહી કરી છે. તેમણે જણાવ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. તમને જણાવી દઇએ કે દક્ષિણ ગુજરાતના સેલવાસ,કપરાડા,ધરમપુરમાં વરસાદની આગાહી કરી છે તો ચીખલી,વાંસદા,સાપુતારા,વલસાડ અને ઉમરપાડામાં વરસાદ પડી શકે છે.

મળતી માહિતી અનુસાર હવામાન નિષ્ણાંત કિંજલ છાયાની વરસાદને લઇને આગાહી કરી છે. છેલ્લા કેટલાક દિવસથી ગરમીને લઇને લોકો ત્રાહિમામ પોકારી રહ્યા હતા. ત્યારે હવે હવામાન નિષ્ણાંત કિંજલ છાયાએ કહ્યું છે કે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે. મધ્ય ગુજરાતના દાહોદ,ડેડિયાપાડા,રાજપીપળામાં વરસાદની આગાહી કરી છે તો ઉત્તર ગુજરાતના ખેડબ્રદ્મા,અંબાજી,ઇડર,વડગામમાં વરસાદની આગાહી કરી છે આ સિવાય પાલનપુર,સિદ્ધપુર,વડનગર,વાવ અને થરાદમાં વરસાદ પડી શકે છે.

મધ્ય સૌરાષ્ટ્રના જૂનાગઢ, ઉપલેટા,જેતપુર,કાલાવડ, કેશોદ, કુતિયાણામાં વરસાદ પડી શકે છે. આ સિવાય ભાણવડ, તકડા, પડધરી, વાંકાનેર, માલીયા, ધારી, સાવરકુંડલા,તુલશીશ્યામ,મોરબી,અમરેલી,બરવાળા,ખાંભામાં વરસાદ પડી શકે છે. બોટાદ,ગઢડા,મુળી,ડોળિયા અને સુરેન્દ્રનગરમાં વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર દરિયાઇ પટ્ટીમાં પોરબંદર,વેરાવળ,કોડીનાર,પીપાવાવ અને માંગરોળમાં વરસાદ પડી શકે છે. કચ્છના નખત્રાણા, ભાદલી, સીસગઢ, ભુજ, ગાંધીધામ, મુદ્રા,ભચાઉ,સામખિયાળી,ખોખર,લોરિયા અને નીરોના ખાવડામાં વરસાદની આગાહી કરી છે.