July 4, 2024

વરસાદનું એક પણ ટીપું તમારી કારની વિન્ડશિલ્ડ પર નહીં ટકે, ખર્ચો માત્ર 500 રૂપિયો

Car Rain Repellant Process: વરસાદના દિવસોમાં કારની મુસાફરી મજેદાર બની જાય છે. જો કે વરસાદ ધીમો પડતો હોય ત્યારે જ પ્રવાસની મજા આવે છે. ભારે વરસાદમાં વાહન ચલાવવું મુશ્કેલ બની જાય છે. કારની વિન્ડશિલ્ડ પર ભારે વરસાદના ટીપાંને કારણે વિઝિબિલિટી પણ ઘટી જાય છે. આવી સ્થિતિમાં અકસ્માત થવાની સંભાવના પણ વધી જાય છે. વરસાદના પાણીને કારના કાચ પર ચોંટતા અટકાવવા માટે રેન રિપેલન્ટ સારો વિકલ્પ બની શકે છે. તેનો ઉપયોગ કારની વિન્ડશિલ્ડ પર થાય છે. આ રિપેલન્ટની ખાસ વાત એ છે કે તે કાચ પર પાણીનો પ્રવાહ ઓછો કરે છે.

વારંવાર ઉપયોગ કરવો પડશે
રેન રિપેલન્ટ વિશે ઓટો એક્સપર્ટ અને યુટ્યુબર અમિત ખરે (આસ્ક કારગુરુ)એ કહ્યું, “એ વાત સાચી છે કે તેનો ઉપયોગ કરવાથી કાચ પર પાણીના ટીપાં ચોંટતા નથી, પરંતુ તેનો વારંવાર ઉપયોગ કરવો પડે છે. વિન્ડશિલ્ડ કાચ પર રેન રિપેલન્ટની આવરદા 4 થી 5 દિવસ હોય છે. કારણ કે જ્યારે વાઇપર ચાલે છે ત્યારે રેન રિપેલન્ટ ઝડપથી નીકળી જાય છે.” જો કારના પાછળના કાચ પર વાઇપર ન હોય તો તેના પર રેન રિપેલન્ટનું આયુષ્ય વધું હોય છે. આ ઉપરાંત તેનો ઉપયોગ કારના સાઈડ મિરર્સ પર પણ થઈ શકે છે. વરસાદની ઋતુમાં કારમાં રેન રિપેલન્ટ હંમેશા રાખવું જોઈએ.

આ પણ વાંચો: ખાંડ નહીં પ્લાસ્ટિક, સર્ફ અને ઝેરી યુરિયા ખાઈ રહ્યા છો! આ રીતે ઓળખો

વરસાદમાં રેન રિપેલન્ટનો ઉપયોગ કેવી રીતે કરવો
અમિત ખરેએ જણાવ્યું હતું કે,”રેઇન રિપેલન્ટ્સમાં પોલિસિલોક્સેન અને હાઇડ્રોક્સી-ટર્મિનેટેડ ઘટકો હોય છે. જે કાચની ઉપર સિન્થેટિક હાઇડ્રોફોબિકનું સ્તર બનાવે છે. આ પાણી વિરોધી તત્વો છે જે પાણીને ટીપાંમાં રૂપાંતરિત કરે છે. આ પાણીને કાચમાં ચોંટતા અટકાવે છે. આનાથી કોઈ નુકસાન થતું નથી. વાઇપરને હળવા વરસાદમાં ચલાવવાની જરૂર છે તેનો ઉપયોગ કરતા પહેલા કાચ પર ધૂળ, માટી, પાણી અથવા અન્ય ગંદકી ન હોવી જોઈએ.

વરસાદમાં રેન રિપેલન્ટના ભાવ
ઓનલાઈન બજારો તેમજ અન્ય ઓફલાઈન ઓટો શોપમાંથી રેઈન રિપેલન્ટ ખરીદી શકાય છે. તેમની કિંમત 300 રૂપિયાથી શરૂ થાય છે. સારી ગુણવત્તાના રેન રિપેલન્ટ રૂ. 500 થી રૂ. 1000માં ઉપલબ્ધ છે. વિન્ડશિલ્ડ પર માત્ર થોડી મોંઘી રેઇન રિપેલન્ટ લગાવવાનો પ્રયાસ કરો. કારણ કે આવા રેન રિપેલન્ટની ગુણવત્તા વધુ સારી હોય છે. આ થોડા વધુ સમય માટે ચાલે છે.