March 1, 2025

વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાન મેચ રદ્દ, AUSની સેમિફાઇનલમાં એન્ટ્રી

Australia vs Afghanistan Match Abandoned Due to Rain: લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં વરસાદને કારણે ઓસ્ટ્રેલિયા-અફઘાનિસ્તાનની મેચ રદ્દ કરવામાં આવી છે. આ સાથે ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આ મેચ રદ્દ થવાથી સાઉથ આફ્રિકાને પણ ફાયદો થયો છે, કારણ કે સેમિફાઇનલમાં તેનું સ્થાન પણ નિશ્ચિત થઈ ગયું છે. આ મેચમાં અફઘાનિસ્તાને પ્રથમ બેટિંગ કરીને 273 રન બનાવ્યા હતા, જેના જવાબમાં કાંગારૂ ટીમ 13 ઓવર પણ રમી શકી ન હતી.

274 રનના ટાર્ગેટનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ 12.5 ઓવરમાં 1 વિકેટના નુકસાન પર 109 રન બનાવ્યા હતા ત્યારે મેચમાં વરસાદ આવ્યો હતો. ટ્રેવિસ હેડે શાનદાર પ્રદર્શન કરતા 59 રન અને કેપ્ટન સ્ટીવ સ્મિથે 19 રન બનાવ્યા હતા. વરસાદ ભારતીય સમયાનુસાર લગભગ 7.30 વાગ્યે આવ્યો હતો, પરંતુ થોડા સમય પછી તે બંધ થઈ ગયો હતો. પરંતુ આગામી દોઢ કલાક બાદ પણ ગ્રાઉન્ડ સ્ટાફ મેચ ફરી શરૂ કરવા માટે મેદાન તૈયાર કરી શક્યા ન હતા.

આ મેચ ડ્રો રહેવાને કારણે અફઘાનિસ્તાનને સૌથી વધુ નુકસાન થયું છે. ડ્રોના કિસ્સામાં તેને એક પોઈન્ટ મળ્યો, જેનાથી તેના કુલ પોઈન્ટ 3 થયા. બીજી તરફ ઓસ્ટ્રેલિયા હવે ગ્રુપ બીમાં કુલ 4 પોઈન્ટ સાથે ટોપ પર પહોંચી ગયું છે. પરંતુ અફઘાનિસ્તાન હજુ પણ બહાર નથી થયું, પરંતુ તેમના માટે ફાઇનલ-4માં પહોંચવું ખૂબ જ મુશ્કેલ અને લગભગ અશક્ય લાગે છે. અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકા બંનેના હાલમાં ત્રણ-ત્રણ પોઈન્ટ છે. પરંતુ બંનેના નેટ રન રેટમાં ઘણો તફાવત છે. અફઘાનિસ્તાન ત્યારે જ સેમિફાઇનલમાં જઈ શકે છે જ્યારે ઈંગ્લેન્ડ સાઉથ આફ્રિકા પર મોટા માર્જિનથી જીત મેળવે.