September 15, 2024

IPL 2024માં રાજસ્થાન રોયલ્સની પ્રથમ હાર

IPL 2024: ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને ત્રણ વિકેટથી હરાવ્યું છે. આ મેચમાં ગુજરાત તરફથી શુભમન ગિલ અને સાઈ સુદર્શને શાનદાર ઇનિંગ્સ રમી હતી. રાશિદ ખાને છેલ્લી ઓવરમાં ચોગ્ગો ફટકારીને ગુજરાત ટાઇટન્સ માટે વિજય મેળવ્યો હતો.

ગુજરાત માટે વિજય મેળવ્યો
IPL 2024ની 24મી મેચમાં ગુજરાત ટાઇટન્સે રાજસ્થાન રોયલ્સને 3 વિકેટે હરાવી દીધું હતું. ગુજરાત ટાઇટન્સની ટીમે ટોસ જીત્યો હતો. જેમાં પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. રાજસ્થાનની ટીમે બેટિંગ કરીને 196 રન બનાવ્યા હતા. ગુજરાતે રાજસ્થાનની ટીમને પ્રથમ હાર અપાવી છે. ગુજરાત ટાઇટન્સ માટે શુભમન ગિલે જોરદાર બેટિંગ કરી હતી. ઓપનિંગ વખતે સાઈ સુદર્શનનું પણ સારૂ પ્રદર્શન કર્યું હતું.

આ પણ વાંચો: યશસ્વીનો ‘યશ’ રાજસ્થાનને મળશે? ટીમમાં ચિંતાનું મોજું

કુલદીપ સેને ત્રણ વિકેટ લીધી હતી
રાજસ્થાન રોયલ્સ તરફથી કુલદીપ સેને સૌથી વધુ ત્રણ વિકેટ લીધી હતી. પરંતુ તે ખૂબ ખર્ચાળ સાબિત થયો. તેણે 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. યુઝવેન્દ્ર ચહલે 2 વિકેટ લીધી હતી. એક વિકેટ અવેશ ખાનના ખાતામાં ગઈ હતી. સંજુએ 38 બોલમાં 68 રન બનાવ્યા જેમાં 7 ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. ગુજરાત ટાઇટન્સ તરફથી ઉમેશ યાદવ, રાશિદ ખાન અને મોહિત શર્માએ 1-1 વિકેટ લીધી હતી. એ વાત અહિંયા મહત્વની વાત છે કે IPL 2024ની મેચમાં રાજસ્થાનની ટીમ મજબૂત જોવા મળી રહી છે. ગઈ કાલની મેચમાં રાજસ્થાનને પ્રથમ હાર મળતા, તેના ચાહકોમાં ભારે નિરાશા જોવા મળી રહી હતી.