રાજસ્થાનઃ સિરોહીમાં 23 મહિલાઓ પર સામુહિક બળાત્કાર

ફાઇલ તસવીર
23 Women Gangraped In Sirohi: સિરોહીમાં આંગણવાડીમાં નોકરી અપાવવાના બહાને 23 મહિલાઓ સાથે સામુહિક બળાત્કાર ગુજારવાનો મામલો સામે આવ્યોછે. પાલી જિલ્લાની અલગ-અલગ આઠ મહિલાઓને નગર પરિષદના સભાપતિ તેમજ પૂર્વ આયુક્તે તેમના મિત્રો અને સંબંધીઓ સાથે અંદાજે 10-15 લોકો સામે નશાકારક પદાર્થ ખવડાવીને ગેંગરેપ કરવાનો તેમજ અશ્લિલ વીડિયો ઉતારીને બ્લેકમેઇલ કરવાનો આરોપ લગાવ્યો છે. મહિલાઓએ કોર્ટમાં અરજી સાથે સિરોહીના કોતવાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે.
સૂરજપોલ પાલી નિવાસી એક મહિલાએ ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, 2-3 મહિના પહેલાં તે આંગણવાજીમાં કામ કરવા માટે 15-20 મહિલાઓ સાથે પાલીથી સિરોહી ગઈ હતી. ત્યાં નગર પરિષદના સભાપતિ મહેન્દ્ર મેવાડા અને તત્કાલિન આયુક્ત નગર પરિષદ મહેન્દ્ર ચૌધરી મળ્યા. બંનેએ નોકરીની લાલચ આપીને પોતાના સંબંધીને ત્યાં ઉતારો આપ્યો હતો.
મહિલાઓનો આરોપ છેકે, તેમના ખાવામાં નશાકારક પદાર્થ ભેળવી દેવામાં આવ્યો હતો. તેનાથી મહિલાઓ બેહોશ થઈ ગઈ હતી. ત્યારબાદ તમામ મહિલાઓ સાથે શારીરિક સંબંધ બાંધીને અશ્લિલ વીડિયો બનાવવામાં આવ્યા હતા. તો પોલીસે આ મામલે અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ દાખલ કરી તપાસ સીઓ સિરોહી પારસારામને સોંપી છે.
આ મામલે સીઓ સિરોહી પારસારામ ચૌધરીએ જણાવ્યુ છે કે, મહિલાઓએ અલગ અલગ કલમ હેઠળ ફરિયાદ નોંધાવી છે અને તેની તપાસ ચાલુ છે.
તો બીજી તરફ સિરોહી નગર પરિષદના સભાપતિ મહેન્દ્ર મેવાડાએ જણાવ્યુ હતુ કે, મારા વિરુદ્ધ કાવતરું ઘડવામાં આવ્યું છે. પહેલાં પણ 2023માં 22 મહિલાઓએ એકસાથે બળાત્કારની ફરિયાદ દાખલ કરાવી હતી. તેમાં એકપણ પીડિતા સામે આવી નહોતી. તે આરોપ ખોટો સાબિત થયો હતો અને તેમાં ફરિયાદ દાખલ થઈ હતી. હવે ફરી ષડયંત્ર બનાવીને ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. તે પણ ખોટી છે. તપાસમાં બધું સામે આવી જશે.