December 17, 2024

Rajat Patidarને અચાનક મળી મોટી જવાબદારી

Rajat Patidar Captain: આઈપીએલ વિશ્વની સૌથી વધુ જોવાયેલી ક્રિકેટ લીગ છે. જેમાં ઘણા એવા ખેલાડીઓ મેચ રમીને પોતાની અલગ ઓળખાણ બનાવી છે. ભારતીય ખેલાડીઓ માટે સૌથી સારૂ પ્લેટફોર્મ IPL છે. ત્યારે હવે ઈન્ડિયન પ્રીમિયર લીગની તર્જ પર મધ્યપ્રદેશ પ્રીમિયર લીગ જૂનમાં મધ્યપ્રદેશમાં શરૂ થવા જઈ રહી છે.

પાંચ ટીમો લેશે ભાગ
મધ્ય પ્રદેશ લીગના મુખ્ય કાર્યકારી અધિકારીએ આપેલી માહિતી પ્રમાણે નવી-સ્થાપિત લીગની તમામ મેચો 15 જૂનથી 23 જૂન સુધી મધ્ય પ્રદેશ ક્રિકેટના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાશે. જેમાં અમે ઈચ્છીએ છીએ કે અમારી લીગ દ્વારા રાજ્યના વિવિધ ક્ષેત્રોની ક્રિકેટ પ્રતિભાઓને તેમની ક્ષમતાઓ પ્રદર્શિત કરવા માટે એક મોટું પ્લેટફોર્મ મળવું જોઈએ. મધ્ય પ્રદેશ લીગની પ્રથમ સિઝનમાં પાંચ ટીમ ભાગ લેશે.

આ પણ વાંચો: Bernadine Bezuidenhout: 2 દેશ માટે ક્રિકેટ રમેલ ખેલાડીએ નિવૃત્તિની કરી જાહેરાત

સંખ્યામાં વધારો થવાની ધારણા
મધ્ય પ્રદેશ લીગની પ્રથમ સિઝનમાં પાંચ રાજ્યની ટીમો ભાગ લેશે. એમપીએલની બીજી સિઝનમાં ટીમોની સંખ્યામાં વધારો થવાની ધારણા છે. રજત પાટીદાર ડોમેસ્ટિક ક્રિકેટમાં RCB તરફથી રમે છે. તે આઈપીએલમાં RCB ટીમનો ભાગ છે. RCBની ટીમ માટે તેણે ઘણી મેચ જીતી છે. તે બેટિંગના કારણે જાણીતો છે. તે મેચ દરમિયાન બાજી ચેન્જ કરી દે તેવી બેટિંગ કરે છે. અત્યાર સુધી 15 IPL મેચોમાં 799 રન બનાવ્યા છે જેમાં એક સદી અને 7 અડધી સદી સામેલ છે. આરસીબીની ટીમે એલિમિનેટર સુધી જીત પ્રાપ્ત કરી છે. જોકે લાસ્ટમાં રાજસ્થાનની ટીમની સામે તેને હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.