પાટીદારે બનાવ્યો આ ખાસ રેકોર્ડ, સચિન તેંડુલકરને છોડી દીધો પાછળ

RCB Team: વરસાદને પ્રભાવિત મેચમાં RCB ટીમને પંજાબ કિંગ્સ સામે 5 વિકેટથી હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચમાં RCBના બોલરો અને બેટ્સમેનનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. RCBના કેપ્ટન રજત પાટીદારે 18 બોલમાં 23 રન બનાવ્યા હતા. આવું કરતાની સાથે તેણે IPLમાં પોતાના 1000 રન પૂરા કર્યા હતા.

આ પણ વાંચો: JEE મેઇન્સનું પરિણામ જાહેર, અમદાવાદના શિવેન તોશીવાલ રાજ્યમાં પ્રથમ

સચિન તેંડુલકર પાછળ રહી ગયા
રજત પાટીદાર સૌથી ઓછી ઇનિંગ્સમાં 1000 રન પૂરા કરનાર બીજો ભારતીય બેટ્સમેન બની ગયો છે. તેણે ઓનલી 30 આઈપીએલ મેચમાં આ કરી બતાવ્યું છે. સચિન તેંડુલકરે 31 ઇનિંગ્સમાં 1000 IPL રન પૂરા કર્યા હતા. હવે પાટીદારે સચિનને પણ પાછળ છોડી દીધો છે. IPLમાં સૌથી ઝડપી હજાર રન બનાવનાર ભારતીય બેટ્સમેન સાઈ સુદર્શન છે. તેણે ફક્ત 25 ઇનિંગ્સમાં આ કરી બતાવ્યું હતું.