February 13, 2025

રાજકોટ સિવિલ હોસ્પિટલે ઉંદર પકડ્યાં, તો એનિમલ વેલ્ફેરના મેમ્બરે નોટિસ ફટકારી!

ઋષિ દવે, રાજકોટઃ સિવિલ હોસ્પિટલમાં ઉંદર પકડ્યા તો પણ નોટિસ ફટકારવામાં આવી છે. એનિમલ વેલ્ફેર બોર્ડના મેમ્બર રાજેન્દ્ર શાહ દ્વારા સિવિલ હોસ્પિટલને નોટિસ આપવામાં આવી હતી.

નોટિસ ફટકારનારા રાજેન્દ્ર શાહ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે કહ્યુ હતુ કે ઉંદરો સિવિલ હોસ્પિટલમાં અંદર આવે છે કેમ? તે મામલે તંત્ર દ્વારા પહેલા નિરાકરણ કરવું જોઈએ. મેં નોટિસ આપી તેની કલેક્ટરને જાણ ન હતી. ઉંદર લોકોને હેરાન કરે છે તે વાત સાચી પણ તેને મારી ન શકાય.

તેઓ વધુમાં જણાવે છે કે, IPCની કલમો 428, 429 એટલે કે BNS કલમ 325 મુજબ કોઈ પણ પશુ-પક્ષી સાથે હિંસા કરવી તે ગુનો બને છે તેથી નોટિસ આપી હતી. ઉંદરોને અન્ય જગ્યાએ ખસેડવા જોઈએ મારવા જોઈએ નહીં. હું દર્દીઓ અને ઉંદરો બંને સાથે છું. પ્રાણીઓ સાથે હિંસા ન થવી જોઈએ.