July 2, 2024

Rajkot: કોર્પોરેટર Nitin Ramaniનું નિવેદન, મારી ભૂલ… મેં સરકારનું ઘ્યાન ન દોર્યું

Rajkot Game Zone: રાજકોટ ટીઆરપી ગેમઝોન મામલે એક બાદ એક ખુલાસા થતા રહે છે. જ્યારે હવે કોર્પોરેટર નીતિન રામાણીએ મોટું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, TPO સાગઠિયા વહીવટ જ કરતા હતા. કોર્પોરેટરે ખુલાસો કરતા જણાવ્યું કે, મારી પાસે યુવરાજ સિંહ અને પ્રકાશ મળવા આવ્યા હતા. તેમજ ટાઉન પ્લાનિંગ અને સાચુ બાંધકામ હોય ત્યાં વહીવટ થાય છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે મેં માત્ર ઇમ્પેકટ ફી મામલે આર્કિટેક ને ભલામણ કરી હતી.

મળતી માહિતી અનુસાર રાજકોટ ગેમઝોન મામલે કોર્પોરેટરે ખુલાસો કરતા જણાવ્યું છે કે યુવરાજ સિંહ અને પ્રકાશ મળવા આવ્યા હતા. તેમજ ટાઉન પ્લાનિંગ અને સાચુ બાંધકામ હોય ત્યાં વહીવટ થાય છે. આ અંગે તેમણે જણાવ્યું છે કે મેં માત્ર ઇમ્પેકટ ફી મામલે નીરવ વરુ નામના આર્કિટેકને ભલામણ કરી હતી. ગેરકાયદેસર બાંધકામને કાયદેસર માટે ઇમ્પેકટ ફી ભરવા મદદ કરી હતી. તેમજ સરકારમાં મેં ધ્યાન ન દોર્યું એ સમયે એ મારી ભૂલ હતી.

ઉલ્લેખનીય છે કે, રાજકોટ TRP ગેમઝોનમાં અગ્નિકાંડને હજી કોઇ ભૂલી શક્યું નથી. આ ઘટનાને લઇને રોજ નવા ખુલાસા થતા રહે છે. તો અગ્નિકાંડ મુદ્દે યુવરાજસિંહ સોલંકીની કબૂલાત કરી છે. યુવરાજ સિંહે પોલીસ સમક્ષ કબૂલાત આપી છે. તેમણે જણાવ્યું છે કે ભાજપના એક કોર્પોરેટરે ગેમઝોનનું ડિમોલિશન રોકવા વહીવટ કર્યો હતો. આરોપી યુવરાજસિંહ સોલંકીએ સીટ સમક્ષ કબૂલાત કરી છે. જો કે સીટના અધિકારીઓ આ મુદ્દે સત્તાવાર કંઈ પણ કહેવા તૈયાર નથી.