રાજકોટમાં ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીનો બનાવ, પોલીસે તપાસ શરૂ કરી

Rajkot Crime: ટાઇટન ઘડિયાળના શોરૂમમાં ચોરીની ઘટના સામે આવી છે. એ ડિવિઝન પોલીસથી 100 મીટર દૂર આવેલા શોરૂમમાં લાખો રૂપિયાની ચોરી થઈ હતી. 66 લાખ રૂપિયાની ઘડિયાળ, 4 લાખ રૂપિયા રોકડની ચોરી થઈ હોવાનું સામે આવ્યું છે. શોરૂમ માલિક દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
આ પણ વાંચો: આજે MI અને SRH વચ્ચે મુકાબલો, જાણો હેડ ટૂ હેડ રેકોર્ડ્સ અને પિચ રિપોર્ટ
સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા
તસ્કરો સીસીટીવીમાં કેદ થયા છે. એ ડિવિઝન, લોકલ ક્રાઈમ બ્રાન્ચ, ડિપાર્ટમેન્ટ ઓફ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસ કમિશ્નર, જોઈન્ટ પોલીસ કમિશ્નર સહિતના અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા. કુલ 6 જેટલા શખ્સો એ આપ્યો ચોરીને અંજામ આપ્યો હતો. ટાઈટન કંપની તેમજ પેટા કંપનીની કુલ 102 ઘડિયાળની ચોરી થઈ હતી. શહેરના હાર્દસમા યાજ્ઞિક રોડ પર ચોરી થતા પોલીસ પેટ્રોલીંગની કામગીરી સવાલો ઉઠ્યા છે.