June 30, 2024

રંગીલું નહી રડતું Rajkot, લાગણીશીલ મામાને લાપતા ભાણેજની શોધ

ડેનિસ દવે, રાજકોટ: મામા ભાણેજને ગોતે છે છેલ્લા બે દિવસથી… નથી કોઈ અતોપતો… રાજકોટમાં TRP ગેમ ઝોનના આગ મામલે લાપતા લોકોના પરિવારોમાં આક્રોશમાં જોવા મળી રહ્યા છે. અગ્નિકાંડ મામલે લાપતા ભાણેજને લઈને તેના મામા પ્રકાશભાઈ આક્રોશમાં છે.

મામાની વેદના આવી સામે
લાપતા ભાણેજ હજૂ સુધી મળ્યા નથી તો મામા કલ્પેશભાઈ બગડા આક્રોશમાં જોવા મળી રહ્યા છે. એક બાજૂ ભારે દુઃખ છે, બીજી બાજૂ તંત્ર સામે આક્રોશ છે. બે બે દિવસ જતાં રહ્યા છતાં કલ્પેશભાઈ બગડાના ભાણેજ મળ્યા નથી. તંત્ર લોકોને બચવાવામાં તો નિષ્ફળ રહી પરંતુ હજૂ બનાવ બન્યા પછી પણ તંત્રની બેદરકારી સામે આવી રહી છે. કલ્પેશભાઈ બગડા પોતાના ભાણેજને શોધી રહ્યા છે. કહી રહ્યા છે કે ‘બે દિવસ સિવિલ ના ચકર મારી રહ્યો છું’ જે હોય તે કહે તો ખબર પડે.

આ પણ વાંચો: ગુજરાતમાં છેલ્લા 6 વર્ષમાં 13 મોટી દુર્ઘટના, જવાબદાર કોણ?

શું છે સમગ્ર ઘટના?
25 મે, 2024ના દિવસે સાંજે રાજકોટના કાલાવડ રોડ પર આવેલા TRP ગેમઝોનમાં ભીષણ આગ લાગી હતી. આ આગમાં અત્યાર સુધીમાં 27નાં મોત થયા છે અને મોટી માત્રામાં લોકોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. આગને પગલે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લીધી છે. મૃત્યુઆંક હજી વધી શકે છે. આગને પગલે 5 કિલોમીટર દૂર ધૂમાડાના ગોટેગોટા દેખાતા હતા. મહત્વનું છે કે, ખાલી એક કલાકમાં જ 24 મૃતહેદો હોસ્પિટલની અંદર પહોંચ્યા હતા. જેને લઈ આખી હોસ્પિટલ મૃતહેદોની છાવણીમાં ફેરવાઈ ગયું હતું. મહત્વનું છે કે, ગેમઝોન પાસે ફાયર NOC જ નહોતી. મહત્વની વાત એ છે કે હજૂ લોકોના મૃતદેહ મળી રહ્યા છે.