June 30, 2024

Rajkot દુર્ઘટનામાં પરિવારના 5 સભ્યો લાપતા, મૃતદેહ માટે પરિવાર લાચાર

ડેનિસ દવે, રાજકોટ: રાજકોટમાં બનેલી દુર્ઘટનામાં એક પરિવારના પાંચ સભ્યો લાપતા થયા છે. જોકે પરિવાર પોતે સ્વીકારે છે તેના સ્વજન હવે અમારી વચ્ચે હવે રહ્યા નથી. પરંતુ બે બે દિવસ જતા રહ્યા છતાં તેમના પરિવારને મૃતદેહ પણ મળી રહ્યા નથી. મૃતદેહ માટે છેલ્લા બે દિવસથી પરિવારના લોકો વલખાં મારી રહ્યા છે. સિવિલના અધિકારીઓ કે પોલીસ તંત્ર કોઈ જવાબદારી આપી રહ્યા નથી.

મૃતદેહ માટે વલખાં
રાજકોટમાં એક પરિવારના 5 સભ્યો ગાયબ છે. પરિવાર સ્વીકારે છે તેના સ્વજન હવે અમારી વચ્ચે હવે રહ્યા નથી. પરંતુ હજૂ સુધી મૃતદેહની કોઈ ભાળ મળી રહી નથી. તંત્રની બેદરકારીના કારણે માસૂમ લોકોના જીવ ગયા છે. જોકે સિલસિલો હજૂ ચાલું છે. મોત થઈ ગયા પછી પણ તંત્રની બેદરકારી જોવા મળી રહી છે. આ પરિસ્થિતીથી મોટી ખરાબ સ્થિતિ ના હોય શકે કે મોતને ભેટ્યા બાદ પણ મૃતદેહ ના મળે. તંત્રએ બેદરકારીની પણ હદ પાર કરી છે. લાપતા પરિવારના સભ્યોના નામની વાત કરવામાં આવે તો વિરેન્દ્રસિંહ નિર્મળસિંહ જાડેજા, ધર્મરાજસિંહ વિરેન્દ્રસિંહ જાડેજા , દેવાંશી હિતેન્દ્રસિંહ જાડેજા , ઓમદેવસિંહ રાજેન્દ્રસિંહ ગોહિલ છે.

આ પણ વાંચો: રાજકોટ દુર્ઘટનામાં મામા બન્યા લાચાર, બે દિવસથી ભાણેજ લાપતા

મામા બન્યા લાચાર
રાજકોટમાં TRP ગેમ ઝોનના આગ મામલે લાપતા લોકોના પરિવારોમાં આક્રોશમાં જોવા મળી રહ્યા છે. અગ્નિકાંડ મામલે લાપતા ભાણેજને લઈને તેના મામા પ્રકાશભાઈ આક્રોશમાં છે. બે બે દિવસ જતાં રહ્યા છતાં કલ્પેશભાઈ બગડાના ભાણેજ મળ્યા નથી. તંત્ર લોકોને બચવાવામાં તો નિષ્ફળ રહી પરંતુ હજૂ બનાવ બન્યા પછી પણ તંત્રની બેદરકારી સામે આવી રહી છે.