July 4, 2024

Paresh Dhananiએ Rajkot અગ્નિકાંડ મામલે કહ્યુ – સત્ય છુપાવવા સરકારની સંતાકૂકડી

Rajkot Game Zone Tragedy: કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીએ રાજકોટ અગ્નિકાંડ મામલે પ્રેસ કોન્ફરન્સ કરી સરકાર પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યુ હતુ કે, સરકારે જાહેર કરેલા આંકડા અને ત્યાં હાજર રહેલા લોકો દ્વારા કહેવામાં આંકડામાં વિસંગતતા જોવા મળી રહી છે.

સરકારના ત્રણેય વિભાગ સત્ય છુપાવવા માટે સંતાકૂકડી રમે છે. પોલીસ વિભાગે 28 લોકોને લાપતા જાહેર કર્યા. તો કલેક્ટર વિભાગે 33 લોકોને લાપતા જાહેર કર્યા છે. સવાલ સિવિલ હોસ્પિટલ કે એઇમ્સ કે ખાનગી હોસ્પિટલમાં પહોંચેલા અવશેષો પછી પણ સિવિલ હોસ્પિટલ સાચા આંકડા કેમ આંકડા જાહેર કરતી નથી.

આ પણ વાંચોઃ RMCની એફિડેવિટથી અનેક સવાલ, તંત્ર ઉંઘતુ રહ્યું ‘ને 28 હોમાઈ ગયા!

જ્વલનશીલ પદાર્થના કારણે 3 હજાર સેલ્સિયસ ડિગ્રી જેટલું તાપમાન હોવાનો ઉલ્લેખ સીટના વડાએ ઉલ્લેખ કર્યો છે. ત્યારે મેડિકલ એક્સપર્ટના કહેવા પ્રમાણે, કોઈપણ શરીર તેમાં ટકી શકે નહીં. વેન્ટિલેશન વ્યવસ્થાનો અભાવ હતો. જેમાં ઘણાં ભૂલકા ગૂંગળામણથી મૃત્યુ પામ્યા હોવાની સંભાવના છે. ત્યાં નહિવત્ લોકો તેમાંથી બચી શક્યા હતા.

આ દુર્ઘટનામાં ઘણાં ભૂલકાં ખાખ થઈ ગયા હોવાની શક્યતા છે. સંપૂર્ણ શરીર રાખ થયા હોવાની પણ સંભાવના છે. માત્ર અસ્થિ જ પ્રાપ્ત થાય તેવી શક્યતા છે. મોતના તાંડવમાં ગુજરાતીઓ હોમાયા તેના પરિવારને મોઢું જોવાનો અવસર પણ નથી મળ્યો. ત્યારે અસ્થિઓને ગંગામાં પધરાવવાની તક નહીં મળે તે સવાલ છે.

આ પણ વાંચોઃ રાજકોટ અગ્નિકાંડમાં અત્યાર સુધીમાં 11 મૃતદેહ પરિવારને સોંપાયા

સરકારને વિનંતી કરતા તેઓ કહે છે કે, કોઈપણ ઘટનામાંથી સરકારે ધડો લેવો જોઈએ. પારદર્શી રીતે સત્યને ઉજાગર કરવું જોઈએ. 20 વર્ષનો ગુજરાત સરકારનો ટ્રેક રેકોર્ડ રહ્યો છે. સરકારે તેમાં સીટ નામના કાયદાકીય સત્યનો દુરુપયોગ કર્યો છે. સીટ સખત કાર્યવાહી કરશે તેવો અમને વિશ્વાસ છે. કમસેકમ આ ઘટનાનો ભોગ બનેલા પરિવારને વ્હાલસોયાના અવશેષ નહીં મળે તો, એના અસ્થિને ગંગામાં પધરાવવાનો હક ન છીનવાય તે માટે ગેમઝોન અને આસપાસના તમામ સીસીટીવી રેકોર્ડ મગાવીને કબ્જે કરવા જોઈએ. પાર્કિગ અને આજુબાજુના તમામ બિનવારસી વાહનોની નોંધ કરી, બનાવનો ભોગ નથી બન્યાં તેની ખાતરી કરવી જોઈએ. શનિ-રવિ રજાના દિવસો હતા. ત્યારે મધ્યવર્ગી પરિવારના બાળકો 99ની સ્કિમમાં રમવા માટે આવ્યા હતા. ત્યારે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેની સામે ગેમઝોનમાં કર્મીઓની સંખ્યા પૂરતી નહોતી.

બીજી તરફ, પુરાવા નાશ કરવા માટે સવાર સુધીમાં આખો માંચડો ધ્વસ્ત કરી દીધો હતો. તેના કાટમાળમાંથી પણ સાયન્ટિફિક પૃથ્થકરણ માટે કોર્ટ કસ્ટડી કરવી જોઈએ. કોર્ટે પણ સીટની કાર્યવાહી પર નજર રાખવી જોઈએ.