રાજકુમાર જાટના મોતનો મામલે ગોંડલ પોલીસની શંકાસ્પદ કામગીરી, 20 દિવસ પછી ગુનો નોંધ્યો!

રાજકોટઃ શહેરમાં રાજકુમાર જાટના મોતનો મામલે ગોંડલ પોલીસની શંકાસ્પદ કામગીરી ખુલ્લી પડી છે. ફોરેન્સ્કિ પોસ્ટમોર્ટમ રિપોર્ટ વાયરલ બાદ અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. રિપોર્ટ વાયરલ થયા બાદ ગોંડલ પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધાયો હતો.
ગોંડલ પોલીસે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના ઘરમાં હાજર અજાણ્યા શખ્સ સામે ફડાકો ઝીંકવા બદલ કેસ નોંધ્યો હતો. એસપી હિમકરસિંહે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજાના બંગલાના અધૂરા સીસીટીવી જાહેર કર્યા બાદ રાજકુમાર જાટના પિતાએ પોલીસની કામગીરી પર સવાલો ઉઠાવ્યા હતા.
બીજી તરફ ગણેશ જાડેજાએ રાજકુમાર જાટ અને તેના પિતા સામે ગેરકાયદેસર રીતે ઘરમાં પ્રવેશ કર્યાની પોલીસમાં અરજી કરી છે. પોલીસ ચોપડે અકસ્માતની ઘટનાના અનેક શંકાસ્પદ મુદ્દાઓ સામે આવ્યા છે. આગામી દિવસોમાં રાજકુમાર જાટના મૃત્યુના આ કેસમાં નવા-જૂની થવાના એંધાણ છે.