રાજકોટ હોસ્પિટલ વીડિયો વાયરલ મામલે વિધાનસભામાં સવાલ, જાણો ઋષિકેશ પટેલ-હર્ષ સંઘવીએ શું કહ્યું…

ગાંધીનગરઃ ન્યૂઝ કેપિટલ ગુજરાતે ઉઠાવેલો મુદ્દો વિધાનસભામાં ગૂંજ્યો છે. રાજકોટની હોસ્પિટલના વીડિયો વાયરલ મામલે વિધાનસભા ગૃહમાં 116 હેઠળ ચર્ચા કરવાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા વીડિયોકાંડ મુદ્દે ચર્ચાની માગણી કરવામાં આવી હતી.
ત્યારે કોંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રશ્ન પૂછ્યો હતો કે, ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની પ્રાઇવસી ભંગ થયો છે તો સરકારે શું પગલાં લીધાં? આ ગંભીર વિષય છે. રાજ્યમાં કોઈની પ્રાઇવસી ન રહી હોય તેવી ગંભીર બાબત છે. મીડિયા માધ્યમથી જાણવા મળ્યું કે, 50 હજાર સીસીટીવી હેક કર્યા છે. લોકોનાં બેડરૂમ, કપડાં ચેન્જ રૂમ, સહિત તમામ જગ્યાના સીસીટીવી હેક કર્યા છે. વિધાનસભા ગૃહના સીસીટીવી કેમેરા હેક કરી શકાય છે. 500થી 2 હજાર રૂપિયા લઈને જાહેર થાય છે. આરોગ્ય વિભાગની કોઈ SOP છે કે હોસ્પિટલમાં આ પ્રકારના કેમેરા રાખવા કે નહીં. સરકાર આ મુદ્દે ડ્રાઈવ કરે તેવી માગણી છે. રાજ્યમાં તમામની પ્રાઇવસીનો ભંગ થાય છે. ભવિષ્યમાં આવું ન થાય તો સરકાર પગલાં ભરવા માગે છે કે શું?
આ મામલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જવાબ આપતા જણાવ્યુ છે કે, ‘રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આ પ્રકારની SOP તૈયાર કરી નથી. પરંતુ આ ઘટના બાદ આરોગ્ય વિભાગ દ્રારા 17 ફેબ્રુઆરી તમામ હોસ્પિટલને સૂચના આપી છે. આ પ્રકારની જગ્યાએ રહેલા સીસીટીવી કેમેરા હેક ન થાય તેનું ધ્યાન રાખવું જોઈએ. મહિલાઓની સુરક્ષા જળવાય તેવી જગ્યાએ સીસીટીવી ન રાખવા જોઈએ.’
તો બીજી તરફ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ હતુ કે, ‘કોંગ્રેસના સભ્યોનો આભાર માનું કે, તેમને 116 હેઠળ આ મુદે ચર્ચાની માગ કરી છે. રાજ્યની તમામ મીડિયા ચેનલો, સામાજિક સંસ્થાઓને અભિનંદન આપું છું. અમદાવાદ સાયબર ક્રાઈમની ટીમને પણ અભિનંદન આપું છું. ચેનલો પણ પોલીસને મદદ કરવા લાગી કે આ વીડિયો કઈ હોસ્પિટલના છે તેની તપાસ કરી આપી. તપાસ દરમિયાન ખ્યાલ આવ્યો કે રાજકોટની હોસ્પિટલ છે.
તેઓ કહે છે કે, ‘સરકાર ફાઇલ બંધ કરવાના વિચાર હેઠળ કામ નથી કરતી. પોલીસે ટેકનોલોજીના માધ્યમથી તપાસ શરૂ કરી છે. ટેલિગ્રામ અને યુટ્યૂબના ચેનલની લિંક અને બેન્કની લિંકના માધ્યમથી તપાસ શરૂ કરી છે. જેમાં પોલીસે મહારાષ્ટ્ર અને પ્રયાગરાજ પહોંચીને ત્રણ આરોપીને ઝડપી લીધા છે. 48 કલાકમાં 2 હજાર કિલોમીટરનું અંતર કાપીને આરોપીને ઝડપી લીધા છે. ગુજરાતમાં પહેલીવાર દેશના ટેરિઝમ સાયબર એક્ટ હેઠળ કલમ લગાડીને કડક પગલાં ભર્યા છે. આરોપી છટકબારી કરીને ન છૂટે તે માટે સાયબર ટેરિઝમ એક્ટની કલમ લગાડી છે. CMએ પહેલા દિવસે સૂચના આપી કે, આ પ્રકારના કિસ્સામાં દીકરીઓને ન્યાય મળે તે પ્રકારના પગલાં ભરવા.’
તેઓ કહે છે કે, ‘ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવા સૂચના આપી છે. આ કેસ દિવસ ટુ દિવસ ચાલે તેવું આયોજન કરીએ છીએ. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલશે. પબ્લિક પ્રોસિક્યૂટરની નિમણૂક કરશે. હોસ્પિટલમાં જે સીસીટીવી લગાવ્યા છે તે ખોટી જગ્યાઓ લગાવ્યા છે. હેડ ડિપાર્ટમેન્ટે આગામી દિવશોમાં SOP આવશે. લોકો આક્ષેપ કરી રહ્યા હતા હોસ્પિટલમાં વીડિયો વેચાય છે. આ ખોટી બાબત છે. હોસ્પિટલમાં કામ કરતા કર્મચારીઓ હેરાન થયા છે. તેમના ઘરે તેવું મોઢું નથી બતાવી શકતા. ડોક્ટર અને સ્ટાફ હેરાન થાય છે.’