રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું કરાયું લોકાર્પણ

Rajkot International Airport: રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટના નવા ટર્મિનલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુંબઈથી રાજકોટ પ્રથમ ફલાઇટમાં આવતા મુસાફરોનું ગરબા – ભાંગડાથી સ્વાગત કરાયું. 326 કરોડનાં ખર્ચે નિર્મિત ન્યૂ ટર્મિનલમાં 1800 મુસાફરોનું હેન્ડલિંગની સાથે 10 ડોમેસ્ટિક ફ્લાઈટની ઉડાન. મુસાફરોએ કહ્યું – બિઝનેસ ક્લાસ, વિદેશી મુસાફરોને આકર્ષતું નવું ટર્મિનલ. નવા ટર્મિનલમાં ભારતીય સંસ્કૃતિની થીમ, ડિઝાઇન સહિતને બિરદાવ્યું. 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 જેટલા સીસીટીવી કેમેરા, 4 એરોબ્રિજ.
વિદેશી મુસાફરોને આકર્ષવા માટે આ પ્રકારનું એરપોર્ટ
રાજકોટ – અમદાવાદ હાઇવે પર ચોટીલા પાસે સ્થિત હિરાસરમાં રાજકોટ ઈન્ટરનેશનલ એરપોર્ટ આવેલું છે. ત્યાં 326 કરોડનાં ખર્ચે નિર્મિત અદ્યતન નવા ટર્મિનલનુ આજે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ વખતે ગુજરાત અને કાઠિયાવાડની ઓળખ ગણાતા ગરબા ઉપરાંત ભાંગડા રમવામાં આવ્યા હતા અને તેથી મુસાફરો એ પણ આ સ્વાગતને બિરદાવ્યું હતું. 23,000 ચોરસ મીટર વિસ્તારમાં તૈયાર થયેલા અધ્યતન ટર્મિનલને નીહાળી આકર્ષણ અનુભવ્યું હતું. મુસાફરોએ કહ્યું કે બિઝનેસ ક્લાસ અને વિદેશી મુસાફરોને આકર્ષવા માટે આ પ્રકારનું એરપોર્ટ ખરેખર જરૂરી હતું.
આ પણ વાંચો: અમરેલીમાં ટેકાના ભાવે મગફળી ખરીદી પૂર્ણ, ખેડૂતોમાં હર્ષની લાગણી
1800 મુસાફરો હેન્ડલ કરી શકાય તેવી સુવિધા
આ ઈન્ટરનેશનલ એરપોર્ટને કસ્ટમ વિભાગની મંજૂરી મળી ગઈ છે. જેનાથી રાજકોટને ઇન્ટરનેશનલ ફ્લાઇટ મળવાનો માર્ગ મોકળો બની ગયો છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સ એન્ડ કસ્ટમ દ્વારા ગુડ્સ ડમ્પિંગ માટે ભારત સરકાર દ્વારા ગેઝેટ બહાર પાડવામા આવ્યું છે. આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર હાલ 10 થી વધુ ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરે છે. જોકે આ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર હંગામી ટર્મિનલ શરૂ થયાના પોણા બે વર્ષ બાદ પણ હજૂ સુધી ઈન્ટરનેશનલ ફ્લાઇટ શરૂ થઈ નથી .વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રિમ પ્રોજેક્ટ સમાન આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું લોકાર્પણ કરવામાં આવ્યા બાદ હવે 23000 ચોરસ મીટર જગ્યામાં ફેલાયેલ નવા ટર્મિનલનુ બિલ્ડીંગ 326 કરોડનાં ખર્ચે સંપૂર્ણ તૈયાર થઇ જતા આજે આ નવું ટર્મિનલ લોકો માટે ખુલ્લુ મૂકવામાં આવ્યું હતુ. જોકે હાલ હંગામી ટર્મિનલ પરથી ઉડાન ભરી રહેલી 10 ફ્લાઈટ નવા ટર્મિનલ પરથી ઓપરેટ થશે. નવા ટર્મિનલને મુસાફરો માટે ખુલ્લુ મૂકી દેવામા આવ્યુ હતુ. નવા ટર્મિનલમાં 14 એરક્રાફ્ટ પાર્કિંગ સુવિધા, 256 જેટલા સીસીટીવી કેમેરા, 4 એરોબ્રિજ અને એક સાથે 1800 મુસાફરો હેન્ડલ કરી શકાય તેવી સુવિધા ઉભી કરવામાં આવી છે.