February 21, 2025

એક વર્ષથી વાયરલ વીડિયોનું નેટવર્ક ચાલતું હતું, હેકર્સ વિદેશમાં હોવાની માહિતીઃ JCP

અમદાવાદઃ રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો વાયરલ થવા મામલે ક્રાઇમ JCP શરદ સિંઘલે પ્રેસ કોન્ફરન્સ યોજી સમગ્ર ઘટના વિશે માહિતી આપી હતી. ક્રાઈમ બ્રાન્ચ ડીસીપી અજીત રાજીયણ, સાયબર ક્રાઇમનાં ડીસીપી લવીના સિન્હા, સાયબર ક્રાઇમના એસીપી હાર્દિક માંકડિયા અને ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ હાજર રહ્યા હતા.

પ્રજવલ તૈલી – આરોપી

તેમણે માહિતી આપતા જણાવ્યુ હતુ કે, ‘વીડિયો વાયરલ થયો હતો, જેના આધારે સાયબર ક્રાઇમ તપાસ કરતા ડીસીપી લવિના સિન્હા સાથે ચર્ચા કરી એફઆઇઆર દાખલ કરી છે. રાજકોટ પોલીસની મદદથી IP લોગ ડેટા લઈને સાયબર ક્રાઈમે તપાસ શરૂ કરી હતી. રાત સુધીમાં યુટ્યુબ ચેનલ અને ટેલિગ્રામ ચેનલનું એનાલિસિસ કર્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યુ હતુ કે, તપાસ કરતા જાણવા મળ્યુ હતુ કે, મહારાષ્ટ્રથી સાવલી સુધી નેટવર્ક ચાલતું હતું. જેમાં આરોપી પ્રજ્વલ માસ્ટર માઇન્ડ છે. પૈસા માગીને લોકોને ટેલિગ્રામમાં વાયરલ વીડિયો આપતા હતા. આરોપી રાજેન્દ્ર પાટીલ તેની સાથે કામ કરતો હતો. આ માત્ર રાજકોટ નહીં વિદેશની હોસ્પિટલોમાં વીડિયો હેક કર્યા છે. હેકર્સ US, એટલાન્ટા અને વિદેશમાં હોવાનું સામે આવ્યું છે. તેઓ વર્ચ્યુઅલ નંબરથી આરોપીઓ સાથે સંપર્કમાં હતા.’.

આરોપી પ્રજ પાટીલ

તેઓ આગળ જણાવતા કહે છે કે, ‘આરોપી પ્રજવલ તેલી હેકર સાથે સંપર્કમાં હતો. આરોપી પ્રજ્વલ 12 પાસ છે, રાજેન્દ્ર 12 પાસ છે, જ્યારે આરોપી ચંદ્રપ્રકાશ મૂળચંદ પીટીસી પાસ છે. જાન્યુઆરીમાં આરોપીએ પાયલ હોસ્પિટલના સીસીટીવી હેક કર્યા છે. હોસ્પિટલના કોઈ સ્ટાફની સંડોવણી હોવાનું સામે આવ્યું નથી. કોમર્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અને હેલ્થ સાથે સાયબર સિક્યોરિટી સાથે ગૃહમંત્રી બેઠક કરશે.’

ચંદ્રપ્રકાશ ફુલચંદ – આરોપી

તેઓ કહે છે કે, ‘આરોપીઓ ટેલિગ્રામ ચેનલમાં પૈસા લઈને બીભત્સ વીડિયો મોકલતા હતા. આરોપી છેલ્લા એક વર્ષથી આ કામ કરી રહ્યા છે. અમદાવાદ પોલીસને આરોપીઓને પકડવા ખૂબ અઘરા હતા. કારણ કે, આરોપીઓ અલગ અલગ ફેક આઇડીથી ચેનલ ઓપરેટ કરી રહ્યા હતા. ટેક્નિકલ એનાલિસિસના આધારે આરોપીને પકડી લેવામાં આવ્યા છે.’