February 23, 2025

રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો વાયરલ થવાનો મામલો, વધુ 3 આરોપી ઝડપાયાં

અમદાવાદઃ રાજકોટની પાયલ હોસ્પિટલના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. ત્યારે આ મામલે વધુ 3 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. આ મામલે ડીસીપી ક્રાઇમ લવિના સિન્હાએ પ્રેસ કોન્ફરન્સ કરી માહિતી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, ‘એક આરોપી સુરતથી અને બે મહારાષ્ટ્રથી ઝડપાયાં છે. અગાઉ પણ ત્રણ આરોપીઓને પોલીસે ઝડપ્યા હતા. અગાઉ બે આરોપી ઝડપાયા છે તેનો મિત્ર હતો વૈભવ. રાયન અને પરીત આરોપીઓ એક વર્ષ પહેલાં હેકિંગ કરવાનું શીખ્યા હતા. સ્કૂલ, ફેક્ટરી, બેડરૂમના સીસીટીવી હેક કર્યા છે. છેલ્લા 9 મહિનામાં 50 હજારથી વધારે CCTV હેક કર્યા છે.’

તેઓ વધુમાં જણાવે છે કે, ‘બધા આરોપીઓ ટેલિગ્રામના માધ્યમથી મિત્ર બન્યા છે. રોહિત અને રાયન બંને પહેલેથી મિત્રો હતા. યુટ્યુબ અને ટેલિગ્રામમાંથી હેકિંગના કોર્સ શીખ્યા હતા. રોમાનિયાના IP એડ્રેસ આવ્યા હતા તે હજી તપાસમાં છે. હેકરની ટોળકી અત્યાર સુધીમાં 7-8 લાખ સુધીના પૈસા કમાયા છે. 50 હજારમાંથી પાંચથી દસ ટકા કન્ટેન્ટ મળતું હતું. બાંગ્લાદેશથી ઈન્સ્ટા આઇડી ઓપરેટ થતું હતું.’

તેઓ આગળ કહે છે કે, ‘આરોપી પાસે લેપટોપ અને કોમ્પ્યુટર્સ મળી આવ્યાં છે. બાંગ્લાદેશવાળી ઈન્સ્ટા IDમાં હોસ્પિટલના વીડિયો મળ્યા છે. બાંગ્લાદેશવાળા ઇન્સ્ટા આઇડીમાં પણ હોસ્પિટલના વીડિયો મળી આવ્યા છે. સીસીટીવી હેક થઈ રહ્યા છે. તેમાં પાસવર્ડ ચેન્જ કરવા જોઈએ. રિમોટ ઍક્સેસ હોય તો મિનિમમ લોકો પાસે હોવું જોઇએ. સેટિંગનું સિક્યોરિટી ફીચર દર મહિને ચેક કરવું જોઇએ. વાઇફાઇમાં ફાયર વોલ્ટ લગાવવાની જરૂર છે. ’