News 360
March 17, 2025
Breaking News

પ્રદ્યુમનનગર પોલીસ પર હુમલો કરનારા આરોપીની ધરપકડ, પોલીસે સરઘસ કાઢી ઉઠકબેઠક કરાવી

રાજકોટઃ મહિના પહેલાં પોલીસ પર હુમલો કરનારો ફરાર આરોપી ઝડપાયો છે. પ્રદ્યુમનનગર પોલીસ પર માજીદ ઉર્ફે ભાણુ નામના વ્યક્તિએ હુમલો કર્યો હતો. ત્યારે પોલીસે માજીદની ધરપકડ કરી છે.

આરોપીને ઝડપીને પોલીસે ભીસ્તીવાડ ખાતે માજીદને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. SOG પોલીસે આરોપી માજીદની ધરપકડ કરી છે. આ ઉપરાંત SOG પોલીસે આરોપી માજીદને સમગ્ર વિસ્તારમાં ફેરવી વરઘોડો કાઢ્યો હતો.

આ ઉપરાંત ભીસ્તીવાડમાં ઘટનાસ્થળે આરોપી માજીદને કાન પકડાવીને ઉઠકબેઠક કરાવવામાં આવી હતી. રાજ્યના પોલીસ વડાના આદેશ બાદ રાજકોટ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે.