February 24, 2025

રાજકોટમાં સમૂહલગ્નના નામે છેતરપિંડી મામલે વધુ એક આયોજકની ધરપકડ

રાજકોટઃ શહેરમાં થોડા દિવસ પહેલાં એક સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે સમૂહલગ્ન ટાણે જ આયોજકો ગાયબ થઈ જતા તેમની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધવામાં આવી હતી. ત્યારે આ મામલે એક આયોજકની ધરપકડ કરવામાં આવી છે.

ગઈકાલે રાત્રે દિલીપ ગિરિધરલાલ વરસડા નામના આયોજકની ધરપકડ કરવામાં આવી છે. પ્રદ્યુમનનગર પોલીસે આયોજકની ધરપકડ કરી છે. પૂછપરછમાં ચારેય આયોજકોએ માત્ર પોતાનું નામ થાય તે માટે આ કાર્યક્રમમાં જોડાયા હોવાનું રટણ કર્યું છે.

ચારેય આરોપીઓ સમૂહલગ્નની આગલી રાત્રે મુખ્ય સૂત્રધાર ચંદ્રેશ છત્રોલાના સંપર્કમાં હતા. સવારે ચંદ્રેશ છત્રોલાએ ફોન સ્વીચ ઓફ કરી દીધા હોવાનું પૂછપરછમાં કબુલ્યું છે. ઝડપાયેલા ચારેય આરોપીઓ સાચું બોલે છે કે નહીં તે ચંદ્રેશ છત્રોલા ઝડપાયા પછી ખુલાસો થશે.