December 26, 2024

રાજકોટ SOG મોટી સફળતા, માદક પદાર્થ સાથે બે લોકોને દબોચ્યા

Rajkot: રાજકોટ SOG ટીમે માદક પદાર્થ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ભાવનગર રોડ પરથી માદક પ્રદાર્થનો જથ્થો ઝડપાયો છે. આ સિવાય 3.96 ગ્રામ ચરસનો જથ્થો, બે મોબાઈલ જપ્ત કર્યા છે. જોકે, હાલ થોરાળા પોલીસ મથકમાં બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

મળતી માહિતી અનુસાર રાજ્યમાં અવારનવાર ડ્રગ્સ પકડાતું હોવાની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે હવે રાજકોટ SOG ટીમે ભાવનગર રોડ પરથી માદક પદાર્થ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસ દ્વારા રીક્ષા સહિત 6.59 લાખનો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો છે. જોકે, હાલ શબ્બીર સલીમ શેખ અને અક્ષય કિશોર કથરેચા નામના બે શખ્સો ઝડપાયા છે અને થોરાળા પોલીસ મથકમાં બન્ને શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે..

આ પણ વાંચો: રાજ્યમાં ઠંડીના ચમકારા વચ્ચે વરસાદી માહોલ, હવામાન વિભાગે કરી આગાહી