June 30, 2024

અંધશ્રદ્ધાએ લીધો જીવ! સાડા ત્રણ વર્ષની માસૂમને ભૂવાએ ડામ આપતા મોત

ઋષિ દવે , સુરેન્દ્રનગર: સુરેદ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. જોરાવરનગરમાં રહેતા પરિવારની 3.5 માસની બાળકી બીમાર હોવાથી તેને હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ આ માસૂમના શરીર પર અગરબત્તીના ડામ આપ્યા હતા.

રાજ્યમાં અવારનવાર અંધશ્રદ્ધાને લઇને રૂંવાડા ઉભી કરનારી ઘટના સામે આવતી રહે છે. ત્યારે હાલ સુરેદ્રનગરના જોરાવરનગરમાં અંધશ્રદ્ધાની હચમચાવી દેનારી ઘટના સામે આવી છે. સુરેન્દ્રનગરમાં 3.5 વર્ષની બાળકને ભુવા દ્વારા ડામ આપ્યા બાદ તેનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે.

મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરમાં રહેતા 3.5 માસની બાળકી બીમાર હોવાથી તેને હોસ્પિટલના બદલે ભુવા પાસે લઈ ગયા હતા. ભુવાએ નાનકડી માસૂમના શરીર પર ડામ આપ્યા હતા. 3.5 વર્ષની આ બાળકીને તાવ, ઉધરસ અને વિકનેસ હતી. જે બાદ તેને દવાખાને લઇ જવાને બદલે ભુવા પાસે લઇ જવામાં આવી હતી. જ્યારે બાળકીને પેટના ભાગે ડામ આપવામાં આવ્યા હતા. જોકે, બીજા દિવસે બાળકીનું સારવાર દરમિયાન દુ:ખદ મોત થયું હતું. આ મામલે પીએમ રિપોર્ટ આવ્યા બાદ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે.

વધુમાં બાળકીને ન્યુમોનિયા અને શરીરમાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હતું. બાળકીના પેટના નીચલા ભાગે 2થી 3 ડામ આપ્યા હતા. જોકે, સિવિલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાધેશ્યામ ત્રિવેદીએ આ ઘટનાને લઇને નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું છે કે બાળકીનું સારવાર દરમિયાન દુઃખદ મોત થયું છે. પીએમ રિપોર્ટ આવ્યા આ મામલે સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે સરકાર તરફથી તમામ સહયોગ મળે છે તમામ બીમારીઓનો ઉકેલ છે. તેમજ લોકોએ અંધશ્રદ્ધામાં વિશ્વાસ ન કરવો જોઇએ અને બીમારી માટે ડૉક્ટર પાસે જ લોકોએ જવું જોઈએ.