January 23, 2025

રાજકોટ ટ્રાફિક પોલીસે અનોખું અભિયાન, 350 બાઈકમાંથી ગેરકાયદેસર સાયલેન્સર કઢાયા

Rajkot Traffic Police: રાજકોટ ટ્રાફિક પોલીસે અનોખું અભિયાન શરું કર્યું છે. બુલેટ ,ધૂમ બાઈક ,સ્પ્લેન્ડર બાઇકના ગેર કાયદેસર સાયલેન્સર વિરુદ્ધ ઝુંબેશ હાથ ધરી છે. 10 દિવસમાં 350 જેટલા બાઈક ડિટેઇન કરીને તેમાંથી ગેરકાયદેસર સાયલેન્સર કઢાયા છે.

આ પણ વાંચો: CG રોડ પર નવેસરથી કેમેરા લગાવામાં આવશે, AMCનો 9 કરોડનો ખર્ચ માથે પડ્યો

350 જેટલા સાયલેન્સર પર પોલીસે ફેરવ્યું બુલડોઝર
રાજ્યમાં પ્રથમ વખત ટ્રાફિક પોલીસ દ્વારા અનોખો સંદેશ આપ્યો છે. યુવાનોને ગેરકાયદેસર સાયલેન્સરનો બાઇકમાં ઉપયોગ ન કરવા પોલીસે સંદેશ આપ્યો છે. ડીસીપી પૂજા યાદવ ,એસીપી જયવીરદાન ગઢવી ,આરટીઓ અધિકારી ખપેડ સહિતના અધિકારીઓની હાજરીમાં બુલડોઝર ફેરવાયું છે.