March 14, 2025

રાજકુમારનું મોત મારને કારણે નહીં, હિટ એન્ડ રનને કારણે થયું મોત

રાજકોટ: રાજકોટમાં રાજકુમાર જાટના મોતને લઈ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજકુમારનું મોત મારને કારણે નહીં, હિટ એન્ડ રનને કારણે કારણે મોત થયું હતું. જૂનાગઢથી અમદાવાદ જતી બસની ટક્કરે રાજકુમારનું મોત થયું હતું. બસ ડ્રાઇવરની ઓળખ પણ થઇ ગઇ છે. અગાઇ મૃતકના પરિવારે રાજકુમારની હત્યા થઈ હોવાના આક્ષેપો લગાવ્યા હતા. બીજી બાજુ આ મામલે પૂર્વ MLA જયરાજસિંહ જાડેજા અને પુત્ર ગણેશ પર આક્ષેપો લગાવવામાં હતા.

મૃતકના પિતાએ પોતાનો પુત્ર ગત 3 માર્ચથી ગુમ હોવાની કરી હતી રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. ત્યારબાદ જયરાજસિંહના દીકરા ગણેશ જાડેજા વિરુદ્ધ ગંભીર આરોપ લાગ્યો હતો. ગણેશ જાડેજાના માણસોએ એક યુવક અને પિતાને માર માર્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાની ઘટના બાદ યુવક ગુમ થયો હતો અને 7 દિવસ બાદ પણ રાજકુમાર જાટનો કોઈ પતો લાગ્યો ન હતો. રાજકુમાર જાટ UPSC પરીક્ષાની તૈયારી કરતો હતો. યુવકના પિતાએ ગોંડલ પોલીસને લેખિતમાં રજૂઆત પણ કરી હતી.