November 21, 2024

સોમવાર-સ્નેહના બંધનના દિવસે ઉપવાસ નહીં તૂટે, બનાવો પેટ ભરાઈ જાય એવી વાનગી

Raksha Bandhan 2024: રક્ષાબંધન આ વખતે સોમવારના દિવસે છે. શ્રાવણ મહિનામાં મોટા ભાગના લોકોને ઉપવાસ હોય છે. પરંતુ આજે અમે તમારા માટે ખાસ વાનગીઓ લઈને આવ્યા છીએ. જેના કારણે તમારી રક્ષાબંધન પણ મસ્ત જશે અને તમારો ઉપવાસ પણ નહીં તૂટે. આ વાનગીઓ તમે ટ્રાય કરી શકો છો અને તમારી રક્ષાબંધન બેસ્ટ બનાવી શકો છો.

રાજગરાનો શીરો

રક્ષાબંધન હોય અને મીઠાઈના બને તેવું તો કેમ ચાલે? પરંતુ શ્રાવણ મહિનાનો સોમવાર હોવાને કારણે તમે મીઠાઈ ખાઈ ના શકો. પરંતુ અમે તમારા માટે ફરાળી મીઠાઈની વાનગી લઈને આવ્યા છીએ. રાજગરાનો શીરો ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. આ બનાવવા માટે પહેલા તમારે રાજગરાના લોટને ઘીમાં શેકવાનો રહેશે. પછી તમારે તેમાં ગોળ ઉમેરવાનો રહેશે. આ પછી તમારે દૂધ નાંખવાનું રહેશે. આ બાદ તમારે તેમાં તમને મનપસંદ ડ્રાયફ્રૂટ્સ ઉમેરવાના રહેશે. આ બાદ તમે બધું બરાબર પકાવો. તમારી રક્ષાબંધનની મીઠાઈ તૈયાર છે.  થોડી વાર બાદ તમે તેને ખાઈ શકો છો.

આ પણ વાંચો: ખાલી પેટ આ ડ્રાય ફ્રૂટ ખાઓ, થશે આટલા ફાયદાઓ

રાજગરા પરાઠા

તમે ઉપવાસ દરમિયાન રાજગરાના પરોઠા સરળતાથી બનાવી શકો છો. તે ખાવામાં ખૂબ ટેસ્ટી હોય છે. આ પરાઠા બનાવવા માટે તમારે રાજગરાના લોટમાં લીલા મરચાં અને કોથમીર કાપીને મિક્સ કરી દો. ઉપર જે તમને ભાવતા મસાલા છે તે તમે ઉમેરી શકો છો. આ બાદ તમે ગરમ પાણીથી લોટને બાંધી લો. રાજગરાના લોટમાંથી તમે રોટલી પણ બનાવી શકો છો.

આ પણ વાંચો: આ રીતે બનાવો કંટોલાનું શાક, મજા આવી જશે

રાજગરાના આલુ પકોડા

રાજગરાના આલૂ પકોડા બનાવવાની રીત ખૂબ જ સરળ છે. તમારે ફક્ત બટાકાને મેશ કરવાના રહેશે. તેમાં તમારે લીલા મરચાં, સમારેલી કોથમીર અને બીજા તમને ભાવતા મસાલાને એડ કરી શકો છો. ત્યારબાદ તેની ગોળી વાળી લો. આ ગોળીઓ ઉપર રાજગરો લગાવીને તળી લો. તો આ ત્રણ વાનગીઓ તમે રક્ષાબંધનના દિવસે સોમવારના બનાવી શકો છો. સ્નેહના આ ખાસ દિવસે તમારો ઉપવાસ પણ નહીં તૂટે અને તમારે રક્ષાબંધન પણ રહેશે ખાસ.