January 11, 2025

રમેશ બિધુડી BJPના મુખ્યમંત્રી પદના ઉમેદવાર હશે, કેજરીવાલનો દાવો

Delhi Assembly Election 2025: આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં BJPના મુખ્યમંત્રી ચહેરા અંગે મોટો દાવો કર્યો છે. પત્રકાર પરિષદને સંબોધતા તેમણે દાવો કર્યો કે ભાજપ ચૂંટણી સમિતિની બેઠકમાં રમેશ બિધુડીને દિલ્હીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે દાવો કર્યો હતો કે તેમને આ સમાચાર સૂત્રો પાસેથી મળ્યા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે જો ભાજપે રમેશ બિધુડીને મુખ્યમંત્રી પદના ઉમેદવાર બનાવવાનું નક્કી કર્યું છે તો હું તેમની સાથે ચર્ચા કરવા માંગુ છું. તેઓ લાંબા સમયથી દિલ્હીથી સાંસદ છે. હું તેમને કહેવા માંગુ છું કે તેમણે શું કામ કર્યું છે તે જનતાને જણાવે. હું ઈચ્છું છું કે તેઓ મારી સાથે ચર્ચા કરે.