રતન ટાટાના ખાસ મિત્ર’ શાંતનુ નાયડુને મળી આ મોટી જવાબદારી
Tata Motors: ટાટા ગ્રુપના ભૂતપૂર્વ ચેરમેન રતન ટાટા હવે આ દુનિયામાં રહ્યા નથી. પરંતુ તેમની તમામ કંપની તેમણે બતાવેલા માર્ગ પર ચાલી રહી છે. રતન ટાટાના સૌથી નજીક લોકોમાં શાંતનુ નાયડુનું નામ છે. તેને કંપનીમાં મોટી જવાબદારી સોંપવામાં આવી છે. ઓટોમોબાઈલ કંપની ટાટા મોટર્સે શાંતનુને જનરલ મેનેજર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે લિંક્ડઇન પેજ પર આ નવી જવાબદારી વિશે માહિતી શેર કરી છે.
આ પણ વાંચો: ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર ખેલાડી બની ગુજરાત ટીમની કેપ્ટન
શાંતનુના પિતા ટાટા મોટર્સમાં કર્મચારી
શાંતનુના પિતા વેંકટેશ નાયડુ પણ ટાટા મોટર્સમાં કર્મચારી હતા. શાંતનુએ લિંક્ડઇન પર પોસ્ટ કરી હતી. જેમાં તેણે લખ્યું કે “મને યાદ છે જ્યારે મારા પિતા ટાટા મોટર્સ પ્લાન્ટમાંથી સફેદ શર્ટ અને નેવી પેન્ટ પહેરીને ઘરે આવતા હતા અને હું બારી પાસે તેમની રાહ જોતો હતો.