July 1, 2024

Rathyatra 2024: અમદાવાદ શહેર પોલીસ દ્વારા એર સર્વેલન્સનું રિહર્સલ કરાયું

મિહિર સોની, અમદાવાદ: અમદાવાદમાં 147મી રથયાત્રાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. તો, રથયાત્રાને લઈને શહેર પોલીસ પણ સજ્જ થઈ ગઈ છે. આ વખતે અમદાવાદ પોલીસ દ્વારા રથયાત્રાનું એર સર્વેલન્સ કરવામાં આવશે. જેને લઈને આજે શહેર પોલીસ દ્વારા રિહર્સલ પણ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે રથયાત્રાના દિવસે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ અધિકારીઓ દ્વારા એર સર્વેલન્સ કરવામાં આવશે.

આગામી 7 જુલાઇના રોજ અમદાવાદમાં યોજાનાર 148મી રથયાત્રાને લઈને પોલીસ અધિકારીઓએ હેલિકોપ્ટરથી એર સર્વેલન્સનું રિહર્સલ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસના અધિકારીઓ દ્વારા શાહપુર, દરિયાપુર, ઘી કાંટા જેવા સંવેદનશીલ વિસ્તારમાં એર સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. શહેર પોલીસ દ્વારા ટેથર્ડ ડ્રોન, નિનઝા ડ્રોન, હિલિયમ બ્લુન માઉન્ટેડ કેમેરા સાથે હેલિકોપ્ટરથી સર્વેલન્સ કરવામાં આવશે. ત્યારે કહી શકાય કે આ વખતે રથયાત્રાને ટેકનોલોજી સાથે સુરક્ષા આપવામાં આવશે.

તો, 147મી ભગવાન જગન્નાથની રથયાત્રાની તાડામાર તૈયારીઓના ભાગ રૂપે આજે અમદાવાદના મેયર દ્વારા સમગ્ર રથયાત્રા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં, મેયરની સાથે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી મહેન્દ્ર ઝા પણ જોડાયા હતા. મેયર, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સહિત હોદ્દેદારો દ્વારા રુટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જમાલપુર ખાતે આવેલ જગન્નાથ મંદિરથી લઈને સરસપુર અને મંદિર સુધીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તો રથયાત્રાની તૈયારીઓને લઈને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે રથયાત્રા રુટમાં આવતા અતિ ભયજનક મકોનો ઉતારી લેવામાં આવ્યાં આવ્યા છે. રૂટ પર આવતા વૃક્ષોનું ટ્રીમિંગ કરવામાં આવ્યું છે તો સાથે સાથે ભયજનક મકાનો પાસે હોમગાર્ડનાં જવાન તૈનાત કરવામાં આવશે.

અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147 મી રથયાત્રા યોજાય તે પહેલા શહેર પોલીસએ અમદાવાદ શહેરના CCTV પ્બલિક સેફટી પ્રોજેકટ અંતગર્ત સજજ કર્યું છે. આ પ્રોજેકટ અંતર્ગત રથયાત્રાના રૂટને CCTVથી સજજ કરવામા આવી, વેપારીઓને પોતાની મિલકતની સાથે રથયાત્રાનો રૂટ દેખાય તે રીતે ફરજિયાત સીસીટીવી લગાવવાનું દબાણ કરવામાં આવી રહ્યું છે. અને જો કોઈ વ્યાપારી એવુ ન કરે તો તેની વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ગુજરાત જાહેર સલામતી અમલીકરણ અધિનિયમ 2022 નો સમગ્ર રાજ્યમાં તેનો અમલ શરૂ કરવામાં આવ્યો છે. જોકે આ અધિનિયમ પોલીસ માટે જો હુકમી નો હાથો બની ગયું છે. જે અધિનિયમ અંતર્ગત જાહેર સ્થળો પર સીસીટીવી લગાવવા ફરજીયાત બન્યા છે. જોકે રથયાત્રા ના નામે પોલીસ વેપારીઓને ફરજીયાત સીસીટીવી લગાવવા માટે દબાણ કરી રહ્યા છે. રથયાત્રાની રૂટ પર પહેલા માત્ર 117 સીસીટીવી કેમેરા હતા. જે વધારી લોક ભાગીદારી ના નામે પરંતુ વેપારીઓને ધમકાવી 1278 કરવામાં આવ્યા છે.

મહત્વનું છે કે પોલીસ દરેક વેપારી ને સારી ક્વોલિટીના 360 ડીગ્રીના સીસીટીવી ફરજિયાત લગાવવા પડશે તેવુ દબાણ કરી ફરજ પાડતા હતા. અને જો કોઈ આવું ન કરે તો દંડ અને ગુનો નોંધવાની ધમકી પણ આપતા હતા. જેને લઈ વેપારીઓમાં વિરોધ પણ વધ્યો હતો. જોકે એક મહિનામા પોલીસે જુના 117 કેમેરા ની સાથે અન્ય 1161 નવા કેમેરા વેપારી પાસે લગાવ્યા છે. સાથે જ તમામ કેમેરાનુ રેકોર્ડિંગ તથા તેનુ મેન્ટેનન્સ પણ વેપારી એ જાતે જ કરવાની ફરજ પાડી છે. જેથી ન માત્ર રથયાત્રા પરંતુ તમામ વર્ષ દરમિયાન તેની જાળવણી કરવાની જવાબદારી પણ વેપારી ને જ સોપવામાં આવી છે.

સીસીટીવી સેફટી પ્રોજેકટ દ્રારા હવે સુરક્ષાની જવાબદારી ફકત પોલીસની નહિ પરંતુ દરેક નાગરિકોની રહેશે. ગુનાખોરી અટકાવવા અને ગુનેગારો પર લગામ લાવવા આ પ્રોજેકટ શરૂ કરવામા આવ્યો છે. જે નાગરિક પોતાની ફરજ નહિ નિભાવે તેને સજાના રૂપમા દંડ કે કાર્યવાહી પણ થશે. જેથી હવે ગુનાખોરીને અટકાવવા નાગરિકોની પણ જવાબદારી રહેશે.