નવા સભ્યનું નામ રેશનકાર્ડમાં ઉમેરવામાં કેટલા દિવસ લાગે છે?
Ration Card: ભારતમાં રેશનકાર્ડ ખૂબ મહત્વપૂર્ણ ગણાય છે. તે માત્ર ખાલી સસ્તું રાશન મેળવવા માટે નથી. તેની સાથે તે એવું ડોક્યુમેન્ટ છે જે ઓળખનો પુરાવો છે. જોકે વધારે તેનો ઉપયોગ ઓછા ભાવે રાશન લેવા માટે લોકો કરી રહ્યા છે. પરિવારમાં બાળકનો જન્મ થાય અથવા ઘરમાં પુત્રવધૂ આવે છે ત્યારે રેશનકાર્ડમાં નવા નામનો એડ કરવામાં આવે છે. પરંતુ શું તમને ખબર છે કે નવા સભ્યનું નામ રેશનકાર્ડમાં ઉમેરવામાં કેટલા દિવસ લાગે છે? આવો જાણીએ.
નવા સભ્યનું નામ ઉમેરી શકાય
નવા સભ્યનું નામ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે રેશનકાર્ડમાં તમે એડ કરી શકો છો. જેના માટે ઘણા મહત્વના ડોક્યુમેન્ટની જરૂર પડે છે. જેમાં પરિવારમાં બાળકનો જન્મ થયો હોય તો પ્રમાણપત્રની જરૂર પડશે. જો મેરેજ કરીને પુત્રવધૂ આવે છે તો તેમાં મેરેજના પ્રમાણપત્રની જરૂર પડશે. આ સાથે એફિડેવિટ, આધાર કાર્ડ અને ફોટોગ્રાફ પણ અરજી સાથે જોડવાના રહેશે.
આ પણ વાંચો: ડાયમંડ ઉદ્યોગમાં ગંભીર સ્થિતિની પાછળ સમજવા જેવી હકીકત
ફોર્મ 3 ભરવાનું રહેશે
તમારે રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા માટે ફોર્મ 3 ભરવાનું રહેશે. આ ફોર્મ તમે ફૂડ વિભાગની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકો છો. આ પછી તમારે ડોક્યુમેન્ટને જોડવાના રહેશે. આ પછી તમે ખાદ્ય વિભાગની વેબસાઇટ પર અપલોડ કરી શકો છો. તમે તમારા CSC સેન્ટર પર જઈને પણ ફોર્મને જમા કરાવી શકો છો. રેશનકાર્ડમાં નવા સભ્યનું નામ ઉમેરવા માટે અરજી અને સબમિટ કરેલા તમામ દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવશે. આ પછી તમારા ડોક્યુમેન્ટની તપાસ કરવામાં આવશે. તપાસ પુર્ણ થતાની સાથે નવા સભ્યનું નામ રેશનકાર્ડમાં ઉમેરવામાં આવશે. આ સમગ્ર પ્રક્રિયામાં અંદાજે 15 થી 30 દિવસનો સમય લાગી શકે છે.